ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાએ ચીન પર 245% ટેરીફ લાદ્યો, તો ચીને કહ્યું ‘જો આમ જ ચાલુ રહ્યું તો…’

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે રીતસરની ટેરીફ વોર છેડી દીધી છે, બીજી તતરફ ચીન ઝૂકવા માટે તૈયાર (USA-China Trade War) નથી. ટ્રમ્પે ચીનથી થતી આયાત પર 245 ટકા સુધીનો ટેરિફ લાદી દીધો છે, જેને કારણે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધો ખુબ તણાવપૂર્ણ બન્યા છે. ચીને પણ યુએસના આ પગલા અંગે પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું કે અમેરિકા તેની ટેરિફ ગેમ ચાલુ રાખે તો પણ ચીનને કઈ ફરક પડતો નથી.

મંગળવારે મોડી રાત્રે પ્રકાશિત વ્હાઇટ હાઉસની ફેક્ટશીટમાં જાણવા મળ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રે ચીની આયાત પર 245% સુધીના નવા ટેરિફ લગાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે વ્હાઇટ હાઉસના નિવેદનનો જવાબ આપ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે યુએસ બદલો લેવાના ભાવ સાથે આ કાર્યવાહી કરી રહ્યું છે. ચીને કહ્યું કે તે અમેરિકાની ટેરીફ ગેમ પર ધ્યાન નહીં આપે.

આ પણ વાંચો: ‘નિર્ણય ચીને લેવાનો છે’ ટેરીફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, ટ્રેડવોર વધુ તીવ્ર બનશે?

વ્હાઇટ હાઉસની ફેક્ટ શીટમાં જણાવવામાં આવ્યું કે 75 થી વધુ દેશો અમેરિકા સાથે નવી ટ્રેડ ડીલ પર વાટાઘાટો કરવા તૈયાર છે, તેથી હાલમાં આ દેશો પર કોઈ મોટા ટેરિફ લાદવામાં આવ્યા નથી. ચીને અમેરિકાના પગલાંનો બદલો લીધો છે, તેથી તેના પર ટેરિફ લાગુ રહેશે. ફેક્ટ શીટમાં વધુ વિગતો આપ્યા વિના એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીનથી અમેરિકામાં આયાત થતી પ્રોડક્ટ્સ પર 245% સુધીનો ટેરીફ લાગશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button