મનોરંજન

વધુ એક ફ્લોપ ફિલ્મ આપ્યા પછી ખુશી કપૂરે કરી પોતાની સિક્રેટ વાત કે…

મુંબઈઃ બોલીવુડમાં સ્ટારિકડને પણ રાતોરાત સફળતા મળતી નથી, જેના અંગે ઘણા બધા પાપડ પેલવા પડે છે. તાજેતરમાં વધુ એક સ્ટારકિડે પોતાની લાઇફની સિક્રેટ વાત કરીને ચોંકાવ્યા છે. શ્રીદેવી અને બોની કપૂરની લાડકી અભિનેત્રી ખુશી કપૂર ભલે હજુ સુધી એક પણ હિટ ફિલ્મ નથી આપી શકી, પરંતુ તેમ છતાં તે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. બહેન જાહ્નવી કપૂરના પગલે ચાલીને હિરોઈન બનેલી ખુશી કપૂરે 3 ફિલ્મમાં કામ કર્યું છે પણ સફળ રહી નથી.

એટલે ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરવામાં નિષ્ફળ રહી છે. કોઈ પણ હિટ ફિલ્મો આપ્યા વિના પણ, ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેની સુંદરતા માટે પ્રશંસા મેળવતી રહે છે, પરંતુ ખુશી કપૂર તેના શાળાના દિવસોમાં ખૂબ જ કદરૂપી દેખાતી હતી.

આ વાતનો ખુલાસો ખુદ ખુશી કપૂરે કર્યો છે. ખુશીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખુશી કપૂર વીડિયોમાં કહે છે કે ‘ભલે લોકો આજે મારી પ્રશંસા કરે પણ શાળાના દિવસોમાં આવું નહોતું. મારા સ્કૂલના દિવસોમાં હું ખૂબ જ કદરૂપી હતી. છોકરાઓ તો મારી પાસે આવતા નહીં. જો કોઈ છોકરો મારી પાસે આવતો, તો તે મારી બીજી મિત્રની નજીક જવા માટે આવતો, પણ પછીથી આ બધું બદલાઈ ગયું.’

તમને જણાવીએ કે ખુશી કપૂરની માતા શ્રીદેવી પણ બોલીવુડની સફળ હીરોઈન રહી છે. ખુશીના પિતા બોની કપૂર પણ બોલીવુડના એક અનુભવી નિર્માતા છે. ખુશી કપૂરની બહેન જાહ્નવી કપૂરે પણ હિટ હિરોઈન તરીકે પોતાનું નામ બનાવ્યું છે. જોકે, ખુશી કપૂરની કારકિર્દી હજુ સુધી બોક્સ ઓફિસ પર ચમકી નથી.

ખુશી કપૂરે તેની કરિયરમાં અત્યાર સુધીમાં 3 ફિલ્મો આપી છે. પરંતુ આ ત્રણેય ફિલ્મો કઈ કમાલ કરી શકી નથી. નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કરનાર ખુશી કપૂરની તાજેતરમાં જ જુનૈદ ખાન સાથેની ફિલ્મ ‘લવયાપા’ રિલીઝ થઇ હતી. રિલીઝ થયા પછી આ ફિલ્મની ઘણી ટીકા થઈ હતી અને દર્શકોએ તેને નકારી કાઢી હતી.

nadaaniyan

આ પછી ખુશી કપૂર બોલીવુડ સુપરસ્ટાર સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનની પહેલી ફિલ્મ ‘નાદાનિયાં’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ. હવે જોવાનું એ રહે છે કે ખુશી કપૂર કઈ ફિલ્મમાં જોવા મળશે.

આપણ વાંચો : ચોરી પકડી ગઈઃ કોને ડેટ કરી રહી છે ખુશી કપૂર?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button