ઇન્ટરનેશનલ

મસ્કે કઈ વાત છુપાવવા માટે એશ્લે સેન્ટને આપી હતી 15 મિલિયન ડોલરની ઓફર, જાણો ચોંકાવનારો રિપોર્ટ?

ન્યૂયોર્કઃ દુનિયાના સૌથી અમિર વ્યક્તિમાં જેનું નામ આવે છે, તેવા ઈલોન મસ્ક પોતાના વ્યક્તિગત સંબંધોને લઈને મોટા ભાગે ચર્ચામાં રહેતા હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એશ્લે સેન્ટ. ક્લેયરે ઈલોન મસ્ક પર ગંભીર આરોપો લગાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અરબો કરોડના માલિક ઈલોન 14 બાળકોનો પિતા છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણએ તેના બાળકોની સંખ્યા 14 થી પણ વધારે હોવાની સંભાવના છે.

ઈલોને હકીકત છુપાવવા 15 મિલિયન ડોલર ઓફર કર્યાંઃ એશ્લે
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એક મીડિયા એજન્સીને આપેલા ઇન્ટરવ્યુ એશ્લે સેન્ટ. ક્લેયરે દાવો કર્યો છે કે ઈલોન મસ્કે તેમના બાળકોની સાચી હકીકત છુપાવવા માટે 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 1.25 અબજ રૂપિયાની ઓફર કરી હતી. વાસ્તવમાં વાત એવી છે કે, એશ્લેએ ઈલોન મસ્કના બાળકને જન્મ આપ્યો છે, પરંતુ ઈલોને આ બાળક પોતાનું માનવાથી ઈનકાર કરી દીધો હતો. એશ્લેએ કહ્યું કે, ઈલોનના સહાયકે ફોન કરીને આ વાત છુપાવી રાખવા માટે 1.25 અબજ રૂપિયાની ઓફર આપી હતી. એટલું જ નહીં પરંતુ બાળક જ્યા સુધી 21 વર્ષનું ના થઈ જાય ત્યાં સુધી દર મહિને એક લાખ ડોલર મળતી રહેશે તેવી પણ ઓફર આપી હતી.

એશ્લે સેન્ટ ક્લેરે આ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી
આટલા રૂપિયા મળતા હોવા છતાં પણ એશ્લે સેન્ટ. ક્લેયરે આ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી અને કહ્યું કે, હું નથી ઇચ્છતી કે મારો દીકરો પોતાને એક રહસ્ય માને. પ્રશ્ન એ થાય છે કે, ઈલોન મસ્ક શા માટે આ વાતને છુપાવી રાખવા માંગે છે? શું ઈલોન મસ્કને 14 કરતા વધારે બાળકો હશે? શું એશ્લે સિવાય પણ ઈલોન મસ્કના કોઈ સાથે સંબંધ હશે? એશ્લેના દાવા પ્રમાણે ઈલોન દ્વારા આપવામાં આવેલી ઓફર પ્રમાણે એશ્લે મસ્ક વિશે કોઈ ખરાબ વાત કરી શકશે નહી! તે બાળકનો પિતા મસ્ક છે તેવું ક્યાય જાહેર પણ નહીં કરી શકે! પરંતુ મહત્વની વાત એ છે કે, ઈલોન મસ્કને એશ્લે વિશે વિરૂદ્ધ બોલવાનો અધિકાર હતી. નોંધનીય છે કે, આવી શરતો ના કારણે એશ્લે ઓફરને ઠુકરાવી દીધી હતી.

ઈલોનના ચાહકોએ એશ્લેને ‘ગોલ્ડ ડિગર’ પણ કહી
મહત્વની વાત એ પણ છે કે, ઈલોન મસ્ક આ બાબતે એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં એશ્લે પર આક્ષેપો કર્યાં હતા. ઈલોને કહ્યું કે, આ બાળક મારૂ છે કે કેમ તેની ખબર પણ નથી તેમ છતાં પણ તેણે અત્યાર સુધીમાં 2.5 મિલિયન ડોલર એશ્લેને આપી દીધા છે. સોશિલય મીડિયામાં ઈલોનના ચાહકોએએશ્લે સેન્ટ. ક્લેયરને ‘ગોલ્ડ ડિગર’ પણ કહી હતી. હવે જોવાનું એ છે કે, આ બન્નેમાંથી કોનો દાવો સાચો સાબિત થાય છે.

આપણ વાંચો : આ કારણે મોબાઈલ ફોનને કવર નથી લગાડતા Elon Musk, Mark Zuckerberg, તમે પણ જાણી લો તો ફાયદામાં રહેશો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button