મનોરંજન

પૂજા હેગડેએ શા માટે નિવેદન આપ્યું કે સોશિયલ મીડિયા અને અસલી દુનિયા છે અલગ અલગ

વરુણ ધવનની આગામી ફિલ્મ માટે ચર્ચામાં આવનારી જાણીતી અભિનેત્રી પૂજા હેગડેએ તાજેતરમાં સોશિયલ મીડિયા અને અસલી દુનિયા અંગે મહત્ત્વની વાત કરી હતી. પૂજા હેગડે તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘રેટ્રો’ ને લઈને ચર્ચામાં છે.

ફિલ્મનું પ્રમોશન પણ પુરજોશમાં શરૂ થઈ ગયું છે. આ માટે ફિલ્મના કલાકારો અલગ અલગ જગ્યાએ પહોંચી રહ્યા છે અને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ સંદર્ભમાં ફિલ્મની અભિનેત્રી પૂજા હેગડેએ તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ અને બોક્સ ઓફિસ ટિકિટ વિશે એક મજેદાર ટિપ્પણી કરી છે.

આપણ વાંચો: પૂજા હેગડેએ વરુણ ધવન સાથે નદીમાં ઝંપલાવ્યું, જુઓ વાઈરલ વીડિયો…

અભિનેત્રી પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોઅર્સ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા અને બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરી છે. જાણો અભિનેત્રીએ શું કહ્યું.

ફિલ્મ પ્રમોશન દરમિયાન પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ અને ચાહકો વિશે વાત કરતાં પૂજા હેગડેએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા અને વાસ્તવિક દુનિયા બે અલગ અલગ બાબતો છે. જ્યારે હું હૈદરાબાદ કે તિરુમાલા જાઉં છું, ત્યારે હું લોકોને મળું છું અને તે મારા માટે તે વધુ મહત્વનું છે.

સોશિયલ મીડિયા પર એવા પણ એકાઉન્ટ એવું છે, જ્યાં ન તો ડિસ્પ્લે પિક્ચર હોય છે કે ન તો કોઈ પોસ્ટ હોય છે. હું પણ એ ચહેરા વગરના ટ્રોલ્સથી પ્રભાવિત થાઉં છું, કારણ કે હું પણ એક માણસ છું. પરંતુ એ સમજવું મહત્વપૂર્ણ છે કે આ વાસ્તવિક દુનિયા નથી.

આપણ વાંચો: ટ્રોલિંગ મુદ્દે સલમાન ખાનની અભિનેત્રીએ કરી નાખ્યો ચોંકાવનારો ખુલાસો કે…

અભિનેત્રીએ તેના ફોલોઅર્સ અને બોક્સ ઓફિસ ટિકિટ વેચાણ વિશે આગળ વાત કરતા કહ્યું, મારા ઇન્સ્ટા પર લગભગ 30 મિલિયન ફોલોઅર્સ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બોક્સ ઓફિસ પર 30 મિલિયન ટિકિટ વેચાશે.

તેવી જ રીતે ઘણા સુપરસ્ટાર્સના ફક્ત 5 મિલિયન ઇન્સ્ટા ફોલોઅર્સ છે, પરંતુ તેઓ મોટી ભીડ વધુ રહે છે. તમારું કામ સારી રીતે કરવું અને લોકો પાસેથી સીધો ફીડબેક મળવો મહત્વપૂર્ણ છે.

કાર્તિક સુબ્બરાજ દ્વારા દિગ્દર્શિત ‘રેટ્રો-1’ મેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પૂજા હેગડે સાથે સૂર્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રેટ્રો એક્શન લવ સ્ટોરી છે. ફિલ્મને લઈને દર્શકો ઘણા ઉત્સાહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button