નેશનલ

ઈમામના સંમેલનમાં મમતા બેનર્જી યોગી આદિત્યનાથ પર વરસ્યા, યુપીની સ્થિતિ પર કર્યાં સવાલ

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વકફ કાયદાને લઈએ ઈમામો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મમતા બેનર્જી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે.

મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથ પર વળતો પ્રહાર કર્યો અને તેમને ‘યોગીને સૌથી મોટા ભોગી’ ગણાવ્યા હતા. તેમણે ઉત્તર પ્રદેશની સ્થિતિ પર સવાલો કર્યા હતા. CM મમતાએ મુર્શિદાબાદ હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.

આપણ વાંચો: લંડનમાં સાડી અને ચપ્પલમાં મમતા બેનર્જીએ કર્યું જોગિંગ, જુઓ વીડિયો…

યોગી મમતા પર કર્યા હતા પ્રહાર
વકફ કાયદાના વિરોધમાં હિંસા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. CM યોગીએ બંગાળ હિંસા પરના મમતાના મૌન પર સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે રમખાણો કરનારાને શાંતિના રાજદૂત કહેવા બદલ મમતા બેનર્જીની ટીકા થઈ હતી. યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં ‘લાતોના ભૂત બાતોથી નથી માનતા’ એવું વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું.

યોગી સૌથી મોટા ભોગી: મમતા
યોગી આદિત્યનાથના આરોપનો જવાબ આપતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે યોગી મોટી મોટી વાતો કરી રહ્યા છે. તે સૌથી મોટા ભોગી છે. મહાકુંભમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.

ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટરમાં લોકો માર્યા જાય છે. તેઓ લોકોને રેલી કાઢવા દેતા નથી, બંગાળમાં લોકોને ઘણી સ્વતંત્રતા છે. સીપીઆઈ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો અહીં રેલીઓ કાઢી શકે છે. ભાજપના લોકો રેલીઓ પણ કરે છે.

આપણ વાંચો: Niti Aayog ની બેઠકમાંથી મમતા બેનર્જીએ વોકઆઉટ કર્યું, કેન્દ્ર સરકાર પર લગાવ્યા મોટા આરોપ

https://twitter.com/JyotiDevSpeaks/status/1912490215584719348

મુર્શિદાબાદ હિંસા માટે કેન્દ્ર સરકાર જવાબદાર
મમતા બેનર્જીએ મુર્શિદાબાદ રમખાણો માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે જો ટીએમસી વક્ફ હિંસામાં સામેલ હોત, તો અમારા નેતાઓના ઘરો પર હુમલો ન થયો હોત. ભાજપ પર આરોપ લગાવતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભાજપે જ રામનવમી પર રમખાણો કારવવાની યોજના બનાવી હતી પરંતુ તે સફળ ન થઈ શકી.

મુર્શીદાબાદમાં થયેલા કોમી રમખાણો પૂર્વાયોજિત હતા, હું લોકોમાં ભાગલા નહિ પડવા દઉં, હું એકતા ઈચ્છું છું. તેમણે કહ્યું હતું કે મે એવા પણ અહેવાલો જોયા છે કે જેમાં મુર્શીદાબાદમાં હિંસા ફેલાવવા માટે સીમા પારથી લોકોને લાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button