સૂર્ય અને શનિએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, આ રાશિના લોકો પર થશે લક્ષ્મીજીની કૃપા…

આજે એટલે કે 16મી એપ્રિલના દિવસે ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિ બંને મળીને શક્તિશાળી યોગ બનાવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને સિંહ રાશિનો શાસક અને નેતૃત્વ, માન-સન્માન અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. સૂર્યનું ગોચર શુભ અને અશુભ પરિણામ આપે છે. 14મી એપ્રિલના સૂર્યનું ગોચર થયું હતું. ન્યાયના દેવતા શનિદેવ મીન રાશિમાં બિરાજમાન છે.
જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સૂર્યદેવ અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. આજે આ બંને ગ્રહો એકબીજાથી 30 ડિગ્રી પર હશે, જેને કારણે દ્વિદશા યોગ બની રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકો પર ભગવાન શિવજી અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ

મિથુન રાશિના જાતકો માટે દ્વિદશા યોગ ભાગ્યશાળી સાબિત થઈ રહ્યું છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે. આ સમય તમારા માટે શુભ રહેશે. તમારા કરિયરમાં પણ વેગ મળી રહ્યો છે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે.

કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમયે તમારે કોઈ પણ કામમાં બેદરકારી ના દાખવવી જોઈએ. ભગવાન ભોલેનાથની તમારા પર વિશેષ કૃપા જોવા મળશે. પારિવારિક સંબંધો મજબૂત થશે. કોઈ પણ કામમાં બેદરકારી ના દેખાડશો. બિઝનેસમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

કર્ક રાશિના જાતકો માટે આ યોગ સફળતાઓના નવા નવા રસ્તા ખોલશે. આ સમયગાળા દરમિયાન તમને ભગવાન ભોલાનાથ અને મા લક્ષ્મીના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમને નવી નવી તક મળી શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.