રાજકોટ

રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો, ત્રણ લોકોના મોત

ગુજરાતના રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટના કેકેવી ચોક પાસે પૂરઝડપે આવી રહેલી સિટી બસે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ બેકાબૂ બનેલા ટોળાએ સીટી બસમા તોડફોડ કરી હતી. સિટી બસ ચાલકને પણ માર માર્યો હતો. આ અકસ્માતની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.

અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ

પોલીસે અકસ્માતને પગલે સ્થાનિકોના રોષને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. સિટી બસચાલકની બેદરકારીએ ગંભીર અકસ્માત કરતા ત્રણ નિર્દોષ લોકોના મોત નિપજયા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અકસ્માતની ઘટનાની કારણોની તપાસ કરી રહી છે. અકસ્માતમાં ત્રણ લોકોના મોતને પગલે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આપણ વાંચો:  ગુજરાતમા ઉનાળો આકરો બન્યો, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી…

સ્થાનિકોએ પોલીસ સમક્ષ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો

આ અકસ્માત અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સિટી બસચાલકે એકસાથે 5 વાહનોને અડફેટે લીધા હતા. સિટી બસચાલક વધુ સ્પીડ સાથે બસ હંકારતો હતો.જોકે, અકસ્માત બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા. આ અકસ્માતથી આક્રોશિત સ્થાનિકોએ બસના કાચ તોડયા અને પથ્થરમારો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button