ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

સ્ત્રીઓ વંદા અને ગરોળીથી કેમ ડરતી હશે?

  • એ કહ્યાગરા હોતા નથી એટલે.
    રાત્રે સ્વપ્નું ક્લિયર દેખાતું નથી.
  • તો, મોતિયો આવ્યો હશે. આંખ ચેક કરાવો….
    આડા પડખે સુવાય તો ઊભા પડખે કેમ નહીં?.
  • એ માટે ઊંઘમાં ચાલતા શીખવું પડે.
    વહેલાં ઉઠે વીર. તો મોડા ઉઠે એ?
  • ભડ વીર.
    છૂટાછેડા ક્યારે લેવાય?
  • લગ્ન કર્યા પછી!
    સૂરજદાદા અને ચાંદામામાની જેમ તારાને શું કહેવાય?
  • તારાકાકી – તારાભાભી ને તારામાસી…
    હવે કૂકડો સવારે કેમ બોલતો નથી?
  • સવારની શિફ્ટમાં પગાર ઓછો મળે છે એટલે એ નાઈટ શિફટ કરે છે.
    સામાન્ય જ્ઞાનની જેમ સામાન્યઅજ્ઞાનની પરીક્ષા લેવાય તો?
  • ફુલ્લી ફેલના રેકોર્ડ થવા માંડે.
    નસીબની બલિહારી હોય તો કમનસીબી માટે શું?
  • કમ યારી.
    વરને એની મા વખાણે એવું કેમ?
  • મમ્મી માટે છેલ્લો ચાન્સ. પછી વહુનો વારો!
    બાધા- માનતા ના ફળે તો?
  • વીમો ઊતરાવો..!
    દિલ સાથે બિલની વાત થાય?

આપણ વાંચો:  બસમાં રખડવું એ પણ એક જલસો હતો!

*ગર્લ ફ્રેન્ડને પૂછી જોજો.
પ્રેમ સંબંધ- પ્રેમ પ્રકરણ- પ્રેમ રોગ, પ્રેમ રંગ- પ્રેમ રાગ, ઈત્યાદિ પછી શું?

  • સાસુ સસરા- સાળા સાળી, સાઢુભાઈ, ઈત્યાદિ ઈત્યાદિ.
    મનોરથનું સરનામું શું?
  • મનોવિશ્વ.
    હીરો- હીરોઈનની જેમ વિલનની જોડી કેમ ના હોય?
  • હોયને. વિલન સાથે વેમ્પ ને એ બન્નેનું કામ જોડવાનું નહીં, તોડવાનું !
    ઘંટ કોને કહેવાય ?
  • એવી વ્યક્તિને, જે સૌથી પહેલાં પોતાની જાહેરાત કરે ને પછી મંદિરની !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button