આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

નાસિકમાં ગેરકાયદે દરગાહ તોડી પડવા પહોંચેલી મ્યુનિસિપલની ટીમ પર પથ્થરમારો; માહોલ તણાવપૂર્ણ

નાસિક: ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ગેરકાયદે દરગાહને તોડી પાડવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતાં, આ ઘટના બાદ વિસ્તારમાં માહોલ તંગ છે. આજે બુધવારે પણ દરગાહની આસપાસ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

અહેવાલ મુજબ નાસિકના કાઠે ગલી વિસ્તારમાં આવેલી એક ગેરકાયદે ઉભી કરવામાં આવેલી સતપીર દરગાહને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને મધ્યરાત્રિએ ઝુંબેશ શરૂ કરી હતી. આ માટે, કાઠે ગલીથી ભાભા નગર તરફ જતા ટ્રાફિકને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

8 લોકોની અટકાયત:
કાર્યવાહી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પથ્થરમારામાં 2 ACP અને 20 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. એક પોલીસકર્મીના પગમાં ફ્રેક્ચર થયું હોવાના પણ અહેવાલ છે. પોલીસે કાર્યવાહી 8 લોકોની અટકાયત કરી છે.

આજે માહોલ તણાવપૂર્ણ:
અહેવાલ મુજબ આજે મૌલાનાઓની મદદથી, દરગાહને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે શહેરમાં તણાવપૂર્ણ માહોલ છે. આજે દિવસભર ભારે સુરક્ષા વ્યવસ્થા રહેશે.

નાસિક મહાનગરપાલિકાએ 1 એપ્રિલે 15 દિવસમાં અનધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી હતી. નાસિકના કાઠે ગલી સિગ્નલ વિસ્તારમાં આવેલી સતપીર દરગાહને પણ નોટિસ ફટકારી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, સતપીર દરગાહ અનધિકૃત છે.

23 ફેબ્રુઆરીના રોજ, સ્થાનિક નાગરિકોની ફરિયાદોને પગલે, નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશને દરગાહની આસપાસના કેટલાક અતિક્રમણ દૂર કર્યા હતાં.

આપણ વાંચો:  કાંદિવલીની એસવીપી શાળાના વાલીઓને રાહત: ફી વધારો ઘટાડ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button