ટોપ ન્યૂઝશેર બજાર

ભારતીય શેરબજારમા વૈશ્વિક સંકેતોની અસર, સેન્સેક્સ અને નિફ્ટીમા ઘટાડો

મુંબઇ : ભારતીય શેરબજાર આજે નકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં સેન્સેક્સ 261.89 પોઈન્ટ ઘટીને 76,996. 78 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 15.55 પોઈન્ટ ઘટીને 23,344.10 પર ટ્રેડિંગ સત્રની શરૂઆત કરી છે. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ 76,734. 89 પર અને નિફ્ટી 23,328.55 પર બંધ થયો. જોકે, શરૂઆતના ટ્રેડમાં મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં વધારો થયો હતો. જો કે, બાદમાં સેન્સેક્સમા સુધારો જોવા મળ્યો હતો જે 65. 57 પોઇન્ટ વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો છે.

એશિયન બજારોના ઘટાડો

યુએસ ટેરિફ વોર ટેરિફ અને ચીનના GDP ડેટા પહેલા વોલ સ્ટ્રીટ પર રાતોરાત ઘટાડાને પગલે બુધવારે એશિયન બજારો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. જાપાનનો નિક્કી 225 0.3 ટકા ઘટ્યો. જ્યારે ટોપિક્સ 0.05 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.2 ટકા અને કોસ્ડેક 0.18 ટકા ઘટ્યા હતા. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે ખુલવાનો સંકેત આપ્યો.

આપણ વાંચો:  ભારત ટેરિફના ફટકામાંથી બહાર આવી જનાર પ્રથમ મુખ્ય શેરબજાર બન્યું!

વોલ સ્ટ્રીટમાં અફડા તફડી

મંગળવારે ટેરિફ અનિશ્ચિતતાઓને કારણે યુએસ શેરબજાર નીચા સ્તરે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 155.83 પોઈન્ટ ઘટીને 40,368.96 પર બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 9.3 પોઈન્ટ ઘટીને 5396.63 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટ પણ 8.32 પોઈન્ટ ઘટીને 16,823.17 પર બંધ રહ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button