બીડમાં આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરી ભાજપ વિધાનસભ્યનાં પત્ની સહિત ત્રણ સામે ગુનો દાખલ
બીડ: જમીન પર કબજો મેળવવાના આશય સાથે એક આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરી એનો વિનયભંગ કરવાની આંચકાદાયક ઘટના વાળુંજ (તાલુકો આષ્ટી) ખાતે બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પ્રકરણમાં વિધાન પરિષદના ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસના પત્ની સહિત ત્રણ જણા વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જમાત પ્રતિબંધક કાયદા અનુસાર વિનયભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આ ઘટના પોલીસની હાજરીમાં થઈ હોવાનો આરોપ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે. આ ઘટનાનો
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાથી આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીડ જિલ્લાના વાળુંજ (તાલુકો આષ્ટી) ખાતે ૧૫ ઓક્ટોબરે સાંજે એક મહિલાને નિર્વસ્ત્ર કરી તેને ફેરવવાની આંચકાદાયક ઘટના બની હતી. ૪૦ વર્ષની મહિલા તેના પતિ અને પુત્રવધૂ સાથે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે એ સ્થળે આવેલા કેટલાક લોકોએ તેમની જમીન પર કબજો કરવાની કોશિશ કરી હતી. આ સંદર્ભે પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ‘રઘુ કૈલાશ પવાર અને રાહુલ માણિક જગદાળે નામના બે જણે પતિ અને પુત્રવધૂ સમક્ષ જ મને નિર્વસ્ત્ર કરી મારો વિનયભંગ કર્યો હતો. પ્રાજક્તા સુરેશ ધસ એ સ્થળે આડશમાં ઊભા રહી ‘ગભરાતા નહીં, એની બરાબર ખબર લો’ એવું કહી રહ્યાં હતાં. પતિ અને મારી પુત્રવધૂ મારી દિશામાં આવતા જોઈ એ બંને ભાગી ગયા હતા. ત્યારે રઘુ પવારને પકડવા હું તેની પાછળ દોડી હતી. આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં જ બની હતી અને પોલીસે જોઈ છે.
મહિલા પંચની કાર્યવાહીની માગણી
મુંબઈ: બીડ જિલ્લામાં જમીનના વિવાદના મામલે મહિલાને કથિત સ્વરૂપે નિર્વસ્ત્ર કરવાના મામલે પોલીસ પગલાંની માગણી મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષ રૂપાલી ચાકણકર દ્વારા રવિવારે કરવામાં આવી હતી. ભાજપના વિધાન પરિષદના સભ્યના પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ચાકણકરે જણાવ્યું હતુ
ં કે ‘મહિલાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પંચ લડત ચલાવશે. આ ઘટના ઘૃણાસ્પદ છે. મેં પોલીસને તાત્કાલિક પગલાં ભરવા જણાવ્યું છે.’ પત્ની સામેના કેસ અંગે વિધાન પરિષદના સભ્ય સુરેશ ધસે જણાવ્યું હતું કે ‘આ ફરિયાદ રાજકીય હેતુથી પ્રેરિત છે. યોગ્ય સમયે હું વિગતે પ્રતિક્રિયા આપીશ.’ (પીટીઆઈ)