આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમા ઉનાળો આકરો બન્યો, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી…

અમદાવાદ: ગુજરાતમા ફરી એકવાર આકરા ઉનાળાની શરૂઆત થઇ છે. જેમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમા 31.8 ડિગ્રીથી લઈને 44.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ 44.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દ્વારકામાં 31.8 ડિગ્રી સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરી છે.

અમદાવાદમાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન
અમદાવાદ શહેરમા ભયંકર ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત મહત્તમ તાપમાન યથાવત રહ્યું છે. અમદાવાદમાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 42.3 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાયું છે. વધતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન અંતર્ગત અનેક સ્થળોએ પીવાનું પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરી છે. તેમજ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.

ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી વધવાની સાથે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી વધારો થશે. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાન ઘટાડો થઈ શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગે ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરી છે.

આપણ વાંચો : વિશેષ : ભારે ગરમીથી બચવા ‘હિટ પ્રોફાઇલિંગ’ કરવું પડશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button