સ્પેશિયલ ફિચર્સ

હેલ્થ: શું તમે પણ વારંવાર એન્ટિ બાયોટિક્સ લો છો, જો હા તો વાંચી લો મહત્વની માહિતી…

નવી દિલ્હીઃ પોતાના સ્વાસ્થ્ય માટે લોકો અત્યારે ખૂબ જ સતર્ક થઈ ગયા છે. પરંતુ હકીકત એ પણ છે કે, ખાવા-પીવા બાબતે આપણાં ગુજરાતીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખતા નથી. પરંતુ આવું કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. પહેલા તો ભરપેટ બહારનું ખાવા ખાય છે, પછી કંઈક બીમારી જેવું થાય એટલે ડૉક્ટર પાસે તપાસ કે સહાલ લીધા વિના જ જાતજાતની ગોળીઓ પણ લેતા હોય છે. જો કે, લોકો અત્યારે આંતરડાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સતર્ક બની ગયા છે, જે ખૂબ જ જરૂરી પણ છે.

દવાઓ પેટ અથવા આંતરડાના સ્વાસ્થ્યને પણ અસર કરે
આ મામલે નિષ્ણાંત તબીબોએ જણાવ્યું કે, ઘણી વખત કોઈ ઇન્ફેક્શન જેવું લાગે લોકોને એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરી દેતા હોય છે. મોટાભાગે તો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઇન્ફેક્શન દૂર કરવા માટે થાય છે, પરંતુ બેક્ટેરિયાને મારવાની સાથે, આ દવાઓ પેટ અથવા આંતરડાના સ્વાસ્થ્યને પણ અસર કરે છે, જેનો લોકોને ખ્યાલ હોતો નથી. જ્યારે વારંવાર એન્ટિબાયોટિક્સ લેવામાં આવે ત્યારે તે આંતરડાને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, 50થી 60 વર્ષ સુધીના લોકોને તેની સૌથી વધારે અસર થયા છે.

એન્ટિબાયોટિક્સ કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે
નોંધનીય છે કે, આ એન્ટિબાયોટિક્સ સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ઝાડાની સમસ્યા થયા છે, અને સાથે સાથે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં પરંતુ લાંબા સમય સુધી અને વારંવાર તેનો ઉપયોગ કરવાથી ઘણીવાર લોકોનું મૃત્યુમાં પણ પરિણમી શકે છે. એન્ટિબાયોટિક્સના કારણે ફાયદો થયો હોય તેવું ઘણા ઓછા લોકો સાથે બન્યું છે, પરંતુ હા નુકસાન થયું હોય તેના અનેક દાખલાઓ પ્રકાશમાં આવેલા છે.

એન્ટિબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગ યોગ્ય નથી
મહત્વની વાત એ છે કે, ડૉક્ટરની સલાહ લઈને એન્ટિબાયોટિક્સ લેવી જોઈએ. પોલીફાર્મસીનો ઉપયોગ એટલે કે એન્ટિબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગ યોગ્ય નથી. ખાસ કરીને ઉંમરલાયક લોકોએ એન્ટિબાયોટિક્સથી દૂર રહેવું જોઈએ. જો તમે લગાતાર 1 મહિના સુધી એન્ટિબાયોટિક લો છો તો તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. આમ, કોઈ પણ પ્રકારની દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી જોઈએ.

આપણ વાંચો : આ ઘરેલું ઉપાય પેટ સાફ નહિ થવાની સમસ્યાનો લાવી દેશે કાયમી અંત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button