પંજાબનું 111 રનમાં પીંડલું વળી ગયું

મુલ્લાંપુરઃ મોહાલીનું મુલ્લાંપુર સ્થળ પંજાબ કિંગ્સનું હોમ-ટાઉન છે, પરંતુ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે અહીં આઈપીએલ (IPL-2025)માં આ જ યજમાન ટીમની ઇનિંગ્સ 111 રનના સાવ સાધારણ સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
પંજાબ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ એના ઓપનર્સ સારું રમવામાં ફ્લૉપ ગયા અને ખુદ શ્રેયસ સહિત ટૉપ-ઑર્ડર પણ નિષ્ફળ ગયો એટલે આ ટીમે ચોથી ઓવરથી જ ધબડકો જોયો હતો.
કેકેઆરનો પેસ બોલર હર્ષિત રાણા સૌથી સફળ બોલર હતો. તેણે ત્રણેય વિકેટ શરૂઆતમાં લીધી હતી. ટોચના ચાર બૅટ્સમેનમાંથી ત્રણ વિકેટ હર્ષિતે લીધી હતી. તેણે પ્રિયાંશ આર્ય (બાવીસ રન), શ્રેયસ ઐયર (0) અને પ્રભસિમરન સિંહ (30 રન)ને આઉટ કર્યા હતા.
કેકેઆરના બે સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ અને વૈભવ અરોરા તથા ઍન્રિક નોર્કિયાએ એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: 2024 માં શ્રેયસે કોલકાતાને ટાઇટલ અપાવ્યું, આજે એને જ હરાવવા મેદાનમાં…
પંજાબનો એકેય બૅટર 30 રનનો આંક પાર નહોતો કરી શક્યો.
ગ્લેન મૅક્સવેલ (સાત રન) અને શશાંક સિંહ (18 રન) જેવા પિંચ-હિટર પણ કેકેઆરના બોલર્સ સામે ઝૂક્યા હતા.
આઇપીએલ-2025માં કઈ ટીમ કેવી સ્થિતિમાં?
ટીમ | મૅચ | જીત | હાર | પૉઇન્ટ | રનરેટ |
ગુજરાત | 6 | 4 | 2 | 8 | +1.081 |
દિલ્હી | 5 | 4 | 2 | 8 | +0.899 |
બેંગલૂરુ | 6 | 4 | 2 | 8 | +0.672 |
લખનઊ | 7 | 4 | 3 | 8 | +0.086 |
કોલકાતા | 6 | 3 | 3 | 6 | +0.803 |
પંજાબ | 5 | 3 | 2 | 6 | +0.065 |
મુંબઈ | 6 | 2 | 4 | 4 | +0.104 |
રાજસ્થાન | 6 | 2 | 4 | 4 | -0.838 |
હૈદરાબાદ | 6 | 2 | 4 | 4 | -1.245 |
ચેન્નઈ | 7 | 2 | 5 | 4 | -1.276 |
(તમામ આંકડા મંગળવારની કોલકાતા-પંજાબ મૅચ પહેલાંના છે)