RBIએ આપ્યું મહત્ત્વનું અપડેટ, અત્યારે જ જાણી લો, પછી કહેતા નહીં કે કીધું નહોતું…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા યુઝર્સ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આપ્યા છે. આરબીઆઈ દ્વારા એક વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. વોટ્સએપ ચેનલની મદદથી તમે તમામ ફાઈનાન્શિયલ માહિતી જાણી શકશો. આ માહિતી જાણવા માટે તમારે આરબીઆઈની વોટ્સએપ ચેનલ જોઈન્ટ કરવી પડશે અને તમને ઘરે બેઠા તમામ બેંકિંગ અપડેટ્સ મળી જશે. ચાલો જોઈએ કઈ રીતે તમે આરબીઆઈની ચેનલ જોઈન કરી શકશો-
આરબીઆઈની વોટ્સએપ ચેનલથી જોડાવવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે બસ કેન્દ્રિય બેંક દ્વારા આપવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરવું પડશે અને બસ તમે ચેનલ સાથે જોડાઈ જશો. આરબીઆઈ દ્વારા આ પગલું લોકોમાં જાગરુકતા લાવવા માટે ભરવામાં આવ્યું છે. આરબીઆઈએ આ પહેલાં પણ નાગરિકોને જાગરૂક કરવા માટે પહેલાં પણ અનેક મહત્ત્વના પગલાં લીધા છે, જેમ જે ટેક્સ્ટ મેસેજ, ટેલિવિઝન અને ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ…
આ પણ વાંચો: RBI કેન્દ્ર સરકારને આપશે રેકોર્ડ બ્રેક ડિવિડંડ, સરકારના અંદાજ કરતા વધુ હશે…
ડિજિટલ લેવડદેવડના માધ્યમથી છેલ્લાં કેટલાક સમયથી ચિટિંગના કેસ સામે આવ્યા હતા અને એને કારણે જ આરબીઆઈ દ્વારા ચેનલ લોન્ચ કરવામાં આવી છે. આ ચેનલની મદદથી બેંક કસ્ટમર્સમાં જાગરુકતા ફેલાવશે, જેથી તેઓ આ છેતરપિંડીથી બચી શકે. આરબીઆઈને આશા છે કે વોટ્સએપ ચેનલ આ કામમાં તેમની મદદ કરશે.
આરબીઆઈની એ પહેલ ડિજિટલ ઈન્ડિયાના દ્રષ્ટિકોણને આગળ વધારે છે અને દેશના દરેક નાગરિકને એક સુરક્ષિત, સરળ અને સશક્ત ડિજિટલ ફાઈનાન્શિયલ સર્વિસને જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ રીતે જોઈન કરો આરબીઆઈની વોટ્સએપ ચેનલ-
⦁ આરબીઆઈની વોટ્સએપ ચેનલ જોઈન કરવા સૌથી પહેલાં આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ
⦁ હવે વેબસાઈટ પર આપવામાં આવેલું ક્યુઆર કોડ સ્કેન કરો
⦁ આ સિવાય આરબીઆઈ દ્વારા વિવિધ સોશિયલલ મીડિયા પર પણ ક્યુઆર કોડ્સ આપવામાં આવ્યા છે એ પણ સ્કેન કરી શકો છો
⦁ ક્યુઆર કોડ સ્કેન કરતાં જ તમે આરબીઆઈની વોટ્સએપ ચેનલ પહોંચી જશો, જ્યાં જોઈનનું ઓપ્શન દેખાશે
⦁ એક વખત ચેનલ જોઈન કરી લેશો એટલે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી તમામ અપડેટ્સ મળી જશે
⦁ બસ ચેનલ જોઈન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે આરબીઆઈની જે ચેનલ જોઈન કરી છે તે બ્લ્યુ ટીક સાથેની વેરિફાઈડ ચેનલ હોય