
દુરદર્શનથી પોતાના એક્ટિંગના કરિયરની શરૂઆત કરનાર, દેશની પહેલી મહિલા સ્પોર્ટ્સ એન્કર રહી ચૂકી છે આજની આપણી બર્થડે ગર્લ. બર્થડે ગર્લ આમ તો ઉંમરના હિસાબે જોવા જઈએ વન પ્રવેશ કરી ચૂકી છે, પણ તેને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો અઘરો છે. તમારા મગજના ઘોડા પણ દોડવા લાગ્યા હશે કે ભાઈ આખરે કોણ છે આ એક્ટ્રેસ? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી દઈએ નામ. અહીં જેની વાત થઈ રહી છે એ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ મંદિરા બેદી છે.
મંદિરા બેદી 15મી એપ્રિલના આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આજે તેનો 53મો જન્મદિવસ પણ છે તેની ફિટનેસ અને કર્વી ફિગર જોઈને તો તેની ઉંમરનો અંદાજો લગાવવાનો મુશ્કેલ છે. મંદિરા એક એક્ટ્રેસ, મોડેલ, ફેશન ડિઝાઈનર અને ટીવી પ્રેઝેન્ટર છે. કોલકતામાં જન્મેદી મંદિરાએ પોતાના કરિયરની શરૂઆત 90ના દાયકામાં ટીવી સિરિયલ શાંતિમાં લીડ રોલ સાથે કરી હતી.
આ પણ વાંચો: હું માથું નીચી રાખીને રડતી અને લોકો મારી સાથે…’, મંદિરા બેદીએ જણાવી ક્રિકેટ જગતની ‘કાળી બાજુ’
ટીવી સિરીયલ શાંતિથી મંદિરા બેદી ઘર-ઘરમાં શાંતિના નામથી ઓળખાવા લાગી હતી. ત્યાર બાદ તેણે ઔરત, ઘર જમાઈ, દુશ્મન, સારાભાઈ વર્સીસ સારાભાઈ અને ક્યોંકિ સાસ ભી કભી બહુ જેવી ટીવી સિરીયલમાં કામ કર્યું હતું. શાહરુખ ખાન અને કાજોલ સાથે મંદિરાએ બ્લોક બસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે શાહરુખ ખાનની વન સાઈડેડ લવરનો રોલ નિભાવ્યો હતો, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.
મંદિરાએ શાદી કા લડ્ડુ, નામ ગુમ જાયેંગા, મીરા બાઈ નોટ આઉટ, ઓ તેરી, વોડકા ડાયરીઝ, ધ તાશ્કંદ ફાઈલ્સ અને સાહો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીવી સિરીયલ અને ફિલ્મો સિવાય મંદિરાએ વેબ સિરીઝમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે સ્મોક, થિંકિસ્તાન, રોમિલ એન્ડ જુગલ, કુબુલ હૈ 2.0 અને સિક્સ જેવ સિરીઝમાં પણ કામ કર્યું છે.
આ પણ વાંચો: મંદિરા બેદીનો નવો લૂક વાઈરલ, યૂઝર્સે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
બોલીવૂડ અને એક્ટિંગ સિવાય મંદિરા બેદી દેશની પહેલી મહિલા સ્પોર્ટ્સ એન્કર પણ રહી ચૂકી છે. 2003 અને 2007માં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, 2004 અને 2006માં ચેમ્પિયન્સ ટ્રોફી અને સોની મેક્સ માટે આઈપીએલને હોસ્ટ કર્યું હતું. એક્ટિંગ હોય કે હોસ્ટિંગ મંદિરા બેદી એકદમ પરફેક્ટ છે. મંદિરાએ આઈપીએલ સિઝન 3ને હોસ્ટ કર્યું હતું અને આ સમયે તેમનો ફેશન સ્ટાઈલ અને સાડી લૂક ખૂબ જ પોપ્યુલર થયો હતો. આ સિવાય 2013માં મંદિરાએ પોતાનું ખુદનું સાડી સ્ટોર પણ લોન્ચ કર્યું હતું. મંદિરા એક કુશળ ડિઝાઈનર પણ છે.
ટૂંકમાં કહીએ તો મંદિરા બેદી એક કમ્પલિટ પેકેજ છે જે એક્ટિંગની સાથે સાથે એન્કરિંગ, મોડેલિંગ અને ડિઝાઈનિંગ બધામાં જ માસ્ટર છે. આપણે તો તેને સફળ અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ…