ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
પહેલા તે જુગમાં જાણી હો મા દૈત્યને હણનારી હો મા
બીજા તે જુગમાં જાણી હો મા રામચંદ્ર ઘેર પટરાણી હો મા
ત્રીજા તે જુગમાં જાણી હો મા હરિશ્ર્ચંદ્ર ઘેર પટરાણી હો મા
ચોથા તે જુગમાં જાણી હો મા શિવજી ઘેર પટરાણી હો મા
પાંચમા તે જુગમાં જાણી હો મા પાંડવ ઘેર પટરાણી હો મા
ઓળખાણ પડી?
પિતૃપ્રધાન આદેશો દ્વારા જીવતી સ્ત્રીઓના જૂથના જીવનમાં ગરબો અલગ રંગ ભરી દે છે એ કઈ ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યું? આ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
અ) સપ્તપદી બ) દિવાસ્વપ્ન ક) ગોળકેરી ડ) હેલ્લારો
ગુજરાત મોરી મોરી રે
બહુચરાજી માતાનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એ કહી શકશો? મંદિરનું બાંધકામ સંવત ૧૮૩૫થી શરૂ થયું અને સંવત ૧૮૩૯માં પૂર્ણ થયા પછી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
અ) સાબરકાંઠા બ) કચ્છ
ક) મહેસાણા ડ) બોટાદ
માતૃભાષાની મહેક
ગરબી અને ગરબો બેઉ ગેય રચનાઓ છે. નાની આત્મલક્ષી રચનાઓ ‘ગરબી’ છે અને મોટી વર્ણનાત્મક પરલક્ષી રચનાઓ ‘ગરબા’ છે. ‘શ્યામ રંગ સમીપે ન જાવું’, ‘શોભા સલુણા શ્યામની’ વગેરે પાત્રોક્તિઓ આત્મલક્ષી પ્રકાર બતાવે છે અને તેમાં પાંચ સાત કડીથી વધારે નથી હોતી, જ્યારે ‘ગરબે ઘૂમવાને ગોરી નીસર્યાં રે લોલ’ જેવી દસથી વધુ કડીઓ ધરાવતી રચનાઓ વર્ણનાત્મક અને પરલક્ષી હોઈ ‘ગરબા’ છે.
ઈર્શાદ
વાદલડી વરસી રે સરોવર છળી વળ્યાં,
હે સાસરિયામાં મ્હાલવું રે, પિયરમાંથી છૂટાં પડ્યાં.
— ગરબો
ચતુર આપો જવાબ
ખુટતો શબ્દ ઉમેરો
સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા,
લીલો છે રંગનો ——- રંગમાં ઘોળ્યા વાલમિયા.
અ) પાનેતર બ) મોલ ક) છોડ ડ) પાન
માઈન્ડ ગેમ
સૌરાષ્ટ્રના વેરાવળ અને ચોરવાડ વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળતું બે લાકડીની મદદથી કરવામાં આવતું નૃત્ય કયા નામથી જાણીતું છે એ કહી શકશો ?
અ) ઠાગા નૃત્ય બ) ટિપ્પણી નૃત્ય ક) હાલી નૃત્ય ડ) જાગ નૃત્ય
ગયા સોમવારના જવાબ
A B
ભાષા વૈભવ
સરસ્વતી મા હંસ
દુર્ગા માતા સિંહ
બહુચરાજી માતા મોર-કૂકડો
અંબા માતા વાઘ
ઉમિયા માતા નંદી
ગુજરાત મોરી મોરી રે
રાજકોટ
ઓળખાણ પડી?
પાવાગઢ શક્તિપીઠ
માઈન્ડ ગેમ
હમચી
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
માડીના
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઇ (૫) ભારતી બૂચ (૬) શ્રદ્ધા આસર (૭) ખૂશરૂ કાપડિયા (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) વીભા મહેશ્ર્વરી (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કોપડિયા (૧૪) હર્ષા મેહતા (૧૫) અમીષી બેન્ગાલી (૧૬) નીખીલ બેન્ગાલી (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) અબદુલ્લા એફ. મુનીમ (૨૦) પ્રવીણ વોરા (૨૧) મહેન્દ્ર લોઢાવિયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) ભાવના કર્વે (૨૫) રજનિકાન્ત પટવા (૨૬) સુનિતા પટવા (૨૭) અરવિંદ કામદાર (૨૮) કલ્પના આશર (૨૯) જગદીશ ઠક્કર (૩૦) મહેશ દોશી (૩૧) સુરેખા દેસાઇ (૩૨) વીણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) જયવંત પદમશી ચિખલ (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) દિલીપ પરીખ (૩૭) નીતીન જે. બજારિયા (૩૮) ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી (૩૯) જ્યોત્ના ગાંધી (૪૦) રસિક જૂથાણી (ટોરેન્ટો- કેનેડા), (૪૧) હીના દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) ઇનાક્ષી દલાલ (૪૪) હીરાબેન જશુભાઇ શેઠ (૪૫) મહેશ સંઘવી (૪૬) અંજુ ટોલિયા (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૮) દેવેન્દ્ર સંપટ (૪૯) વિણા સંપટ (૫૦) હેમા હરીશ ભટ્ટ (૫૧) અંતુલ જે. શેઠ