સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં બાંગ્લાદેશ જશે; BCCI એ ODI અને T20 સિરીઝની જાહેરાત કરી

મુંબઈ: હાલ ભારતની પુરુષ ક્રિકેટ ટીમના લગભગ તમામ ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં અલગ અલગ ફ્રેન્ચાઈઝી તરફથી રમી રહ્યા છે. 25મી મેના રોજ યોજાનાર IPL 2025ની ફાઈનલ મેચ બાદ ભારતીય ક્રિકેટ ટીમ જુન મહિનામાં ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. ત્યાર બાદ ઓગસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસ (Indias tour of Bangladesh) પર જશે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)એ બાંગ્લાદેશ પ્રવાસનું શેડ્યુલ જાહેર કર્યું છે.

બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ટીમ 3 વનડે અને ત્રણ ટી20 મેચોની સિરીઝ રમશે. ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની શરૂઆત ODI સિરીઝથી થશે, પહેલી ODIમેચ 17 ઓગસ્ટે રમાશે. T20 સિરીઝની પહેલી મેચ 26 ઓગસ્ટના રોજ રમાશે.

વનડે સિરીઝ શેડ્યુલ:

વનડે સિરીઝની પહેલી મેચ 17 ઓગસ્ટના રોજ મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી વનડે આ જ મેદાન પર 20 ઓગસ્ટના રોજ રમાશે. ત્રીજી મેચ 23 ઓગસ્ટે ચિત્તાગોંગમાં રમાશે.

આ પણ વાંચો: LSG VS CSK: ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગનો લીધો નિર્ણય, ચેન્નઈની ટીમમાં અશ્વિન બહાર

T20 સિરીઝ શેડ્યુલ:

વનડે સિરીઝ પછી, ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે 3 મેચની T20 સિરીઝ રમશે. પહેલી T20 મેચ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ ચિત્તાગોંગમાં રમાશે. બીજી ટી20 મેચ 29 ઓગસ્ટ, શુક્રવારના રોજ મીરપુરના શેર-એ-બાંગ્લાદેશ સ્ટેડિયમ ખાતે રમાશે. છેલ્લી T20 મેચ પણ મીરપુરમાં રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે 2022-23માં બાંગ્લાદેશમાં ODI સિરીઝ રમી હતી, ત્યારે બાંગ્લાદેશે ભારત સામે 2-1થી સિરીઝ જીતી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સિરીઝની પહેલી બે મેચ હારી ગયું હતું. T20 સિરીઝની વાત કરીએ તો, ભારતીય ક્રિકેટ ટીમેં બાંગ્લાદેશમાં અત્યાર સુધી રમાયેલી બંને સિરીઝ જીતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button