અમદાવાદ

અમદાવાદમાં પ્રથમ શ્વાન સ્મશાન ગૃહ બનશે, સન્માન સાથે કરી શકાશે અંતિમવિધિ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વાનની અંતિમવિધિ માટે સીએનની સ્મશાન ગૃહ બનાવવાનો નિણર્ય લીધો છે. જેમા શ્વાનની સન્માન સાથે અંતિમવિધિ કરી શકાશે. આ દેશનું દેશનું પ્રથમ સીએનજી આધારિત ડોગ સ્મશાનગૃહ બનશે. જેની માટે કોર્પોરેશન અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિ પાનીએ આ યોજનાને મંજૂરી આપી છે. આ સ્મશાનગૃહ દાણીલીમડા ખાતે કરુણા મંદિરના પરિસરમા બનાવવામા આવશે. આ પૂર્વે તેને ગ્યાસપુર ખાતે બનાવવાનું આયોજન હતું.
આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં બાંધકામનું કામ શરૂ થવાની શક્યતા છે.

આપણ વાંચો:  અમદાવાદમા ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા માટે તૈયારીનો પ્રારંભ, 29 જૂને રથયાત્રા

એક સમયે બે શ્વાનોની અંતિમ વિધિ કરી શકાશે

અમદાવાદના દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિર પરિસરમાં પહેલેથી જ શ્વાનો માટે રિહેબ સેન્ટર કાર્યરત છે. આ સ્મશાનગૃહમાં સીએનજી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવશે, જે એક સમયે બે શ્વાનોની અંતિમ વિધિ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ભઠ્ઠીની ક્ષમતા 80 કિલોની હશે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
પાળેલા શ્વાનોના માલિકોને પણ અંતિમ વિધિ કરી શકશે

પાલતુ શ્વાનની અંતિમ વિધિ સન્માનજનક રીતે કરી શકાશે

અમદાવાદના દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિર પરિસરમાં આ અનોખું સ્મશાનગૃહ બનાવવામાં આવશે. આ પહેલ અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. જેનો ઉદ્દેશ શહેરના મૃત શ્વાનોના અંતિમ સંસ્કારને સન્માનજનક રીતે કરવાનો છે. આ સ્મશાનગૃહમાં માત્ર શેરી શ્વાનોના અંતિમ સંસ્કાર માટેની જ સુવિધા નથી, પરંતુ પાળેલા શ્વાનોના માલિકોને પણ તેમના પાલતુ શ્વાનની અંતિમ વિધિ સન્માનજનક રીતે કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button