IPL 2025માં 30 મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ? જુઓ દાવેદારોની યાદી

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2025ની 30 મેચ રમાઈ ચુકી છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં રસપ્રદ બની છે. હાલ ઓરેન્જ કેપ LSGના નિકોલસ પૂરન અને પર્પલ કેપ CSKના નૂર અહેમદ (Orange and Purple cap) પાસે છે. જોકે બંને પાસેથી આ કેપ છીનવાઈ શકે એમ છે. IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે.
ગઈ કાલે CSK અને LSG વચ્ચેની મેચમાં પૂરન અને નૂર બંને સારું પ્રદર્શન કરી શક્યા નહીં, જેના કારણે તેઓ પોતાની લીડ વધારી શક્યા નહીં. ગઈ કાલે પૂરને ફક્ત 8 રન બનાવ્યા, જ્યારે નૂર અહેમદ કોઈ વિકેટ લઇ શક્યો નહીં. હવે અન્ય દાવેદારો મજબુત ટક્કર આપી રહ્યા છે.
ઓરેન્જ કેપના દાવેદારો:
IPL 2025 માં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટર્સમાં નિકોલસ પૂરન અને સાઈ સુદર્શન ઉપરાંત, લખનઉ સુપર જાયન્ટ્સના મિશેલ માર્શ, પંજાબ કિંગ્સના શ્રેયસ ઐયર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીનો સમાવેશ થાય છે.
નિકોલસ પૂરને 7 મેચમાં 357 રન, સાંઈ સુદર્શને 6મેચમાં 329 રન, મિશેલ માર્શે 6 મેચમાં 295 રન, શ્રેયસ ઐયરે 5 મેચમાં 250 રન, વિરાટ કોહલીએ 6 મેચમાં 248 રન, સૂર્યકુમાર યાદવે 6 મેચમાં 239 રન, જોસ બટલરે 6 મેચમાં 218 રન, ટ્રેવિસ હેડે 6 મેચમાં 214 રન, તિલક વર્માએ 6 મેચમાં 210 રન, શુભમન ગિલે 6મેચમાં 208 રન બનાવ્યા છે.
આપણ વાંચો: CSK VS LSG: ચેન્નઈએ લખનઉને 5 વિકેટથી હરાવ્યું, ધોની અને દુબેની શાનદાર ઈનિંગ…
પર્પલ કેપના દાવેદારો:
હાલમાં પર્પલ કેપ ચેન્નઈ સુપર કિંગ્સના નૂર અહેમદના માથે છે. આ અફઘાન બોલરે IPL 2025 માં અત્યાર સુધી સૌથી વધુ 12 વિકેટ લીધી છે, પરંતુ હવે તેની અને યાદીમાં ટોચના 8 બોલરો વચ્ચે બહુ ફરક નથી. ટોપ-8 માં 5 બોલરોએ 10-10 , જ્યારે બે બોલરોએ 11-11 વિકેટ લીધી છે. નૂર પાસેથી ર્પલ કેપ છીનવાઈ શકે છે.
નૂર અહેમદે 7 મેચમાં 14.25ની એવરેજથી 12 વિકેટ, ખલીલ અહેમદે 7 મેચમાં 22.09ની એવરેજથી 11 વિકેટ, શાર્દુલ ઠાકુરે ૭ મેચમાં 24.91ની એવરેજથી 11 વિકેટ, કુલદીપ યાદવે 5 મેચમાં 11.2ની એવરેજથી 10 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણએ 6 મેચમાં 16ની એવારેજથી 10 વિકેટ, રવિશ્રીનિવાસન સાઈ કિશોરે 6મેચમાં 16.8ની એવરેજથી 10 વિકેટ, મોહમ્મદ સિરાજે 6 મેચમાં 20.4ની એવરેજથી 10 વિકેટ, હાર્દિક પંડ્યા 5 મેચમાં 14.1ની એવરેજથી 10 વિકેટ, દિગ્વેશ સિંહ રાઠીએ 7 મેચમાં 23.11ની એવરેજથી 9 વિકેટ અને જોશ હેઝલવુડે 6મેચમાં 21ની એવરેજથી 9 વિકેટ લીધી છે.