મનોરંજન

સલમાન ખાનને ધમકી આપનાર શખ્સ વડોદરાથી પકડાયો, પોલીસ કરશે પુછપરછ

વડોદરા: છેલ્લા ઘણા મહિનાઓથી સલમાનખાનની સુરક્ષા મુંબઈ પોલીસ અને રાજ્ય સરકારની ચિંતાનો વિષય રહી છે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનને મારી નાખવાની અનેકવાર ધમકી (Threat to Salman Khan) આપી ચુકી છે. એવામાં ગઈકાલે સોમવારે સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વર્લી પોલીસ સ્ટેશનમાં એક ફોન પણ આવ્યો હતો. આ ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

પોલીસે કેસ નોંધીને તુરંત તપાસ શરૂ કરી હતી. પોલીસે ધમકી મળ્યાના માત્ર 24 કલાકમાં કેસ ઉકેલી લીધો હતો. આ કેસમાં પોલીસે ગુજરાતના વડોદરામાંથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે.

અહેવાલ મુજબ જેની અટકાયત કરવામાં આવી છે તે યુવક માનસિક રીતે અસ્થિર છે. મુંબઈ પોલીસ ટૂંક સમયમાં યુવકની પૂછપરછ કરશે. પહેલા તેને 2-3 દિવસમાં વર્લી પોલીસ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.

આ પણ વાંચો: સલમાન ખાનને ફરી મળી જાનથી મારવાની ધમકી, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

યુવકના પરિવારજનોનો દાવો છે કે તેની માનસિક સ્થિતિ ઠીક નથી. તે માનસિક રીતે સ્થિર નથી અને તેની સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસ તપાસમાં વ્યસ્ત છે.

ગત વર્ષે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર બાદ તેને Y+ કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવી છેછે. ઉપરાંત, મુંબઈ પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ પણ આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button