
લખનઉ: IPLની 30મી મેચ આજે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે રમાઈ હતી. આજની મેચમા ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. ભારે રસ્સાકસ્સી વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સે મેચ જીત્યો હતો.
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉને 5 વિકેટે હરાવ્યું હતું. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. કેપ્ટન રિષભ પંતે 63 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજા અને મથિશા પથિરાનાએ 2-2 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ લીધી હતી. લખનઉના સ્કોરના જવાબમાં ચેન્નાઈએ 167 રનનો લક્ષ્યાંક 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
IPL 2025 માં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ મેચમાં ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી. LSG ના કેપ્ટન અને વિકેટકીપર પંતે 49 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. પંત આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા વિકેટકીપરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે દિનેશ કાર્તિકને પાછળ છોડી દીધો છે. પંતના નામે હાલમાં 106 ઇનિંગ્સમાં 150 છગ્ગા છે.