નેશનલ

મુર્શિદાબાદ હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી, તપાસ કરવા માટે કરી અપીલ…

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ હિંસાનો મામલે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામા આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી બનાવવાની માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત અરજીમાં પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળતા બદલ સ્પષ્ટતા માંગવામાં આવી છે.

કોણે દાખલ કરી અરજી ?
એડવોકેટ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરવામા આવી છે. અરજીમા કહેવામાં આવ્યું છે કે હિંસા રોકવા અને લોકોની સુરક્ષા માટે આદેશ પસાર થવો જોઈએ. અરજીકર્તાએ કોર્ટને અપીલ કરી છે કે લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. આ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ અરજીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર રોકવાની પણ માંગ કરવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે સંસદે પસાર કરેલા વકફ સુધારા અધિનિયમને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાયદો બની ગયો છે. ત્યારથી દેશભરના મોટાભાગના મુસ્લિમ સંગઠનો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તે ક્રમમાં જ મુર્શિદાબાદમાં વકફ એક્ટનો વિરોધ હિંસક બની ગયો હતો અને પ્રદર્શનકારીઓએ પોલીસ ટીમ પર પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન આગચંપી અને તોડફોડના બનાવો પણ નોંધાયા હતા. શુક્રવારથી મુર્શિદાબાદના સુતી, ધુલિયાં, શમશેરગંજ અને જાંગીપુર વિસ્તારોમાં ફાટી નીકળેલી હિંસામાં ત્રણ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

400થી વધુ હિન્દુઓએ જીવના જોખમે ઘરબાર છોડ્યાં
મુર્શીદાબાદની પરિસ્થતિ અંગે વિધાનસભામા વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે 400 હિન્દુઓને પોતાનુ ઘર છોડવાની ફરજ પડી હતી. ધાર્મિક કટ્ટરપંથીઓના ડરથી મુર્શિદાબાદના ધુલિયાનથી 400 થી વધુ હિન્દુઓને નદી પાર કરીને પાર લાલપુર હાઇસ્કૂલ, દેવનાપુર-સોવાપુર જીપી, બૈષ્ણવનગર, માલદામાં આશ્રય લેવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું હતું કે બંગાળમાં ધાર્મિક અત્યાચાર વાસ્તવિકતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button