ફરી તમન્ના ભાટિયાએ આ કામ કરીને લૂંટી લીધી મહેફિલ, જાણો હવે શું કર્યું?

તમન્ના ભાટિયા કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘નશા’ માટે ચર્ચામાં છે. ‘રેડ 2’ના આ ગીતમાં અભિનેત્રીએ પોતાની સ્ટાઇલ અને મૂવ્સથી બધાને દિવાના કરી દીધા છે.
જોકે, આ પહેલી વાર નથી જ્યારે તમન્નાએ કોઈ આઇટમ નંબરથી ચાહકોને પ્રભાવિત કર્યા હોય. તમન્ના ભાટિયાએ આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં આઇટમ સોંગ કરીને ધૂમ મચાવી છે. આ બધા ગીતો લોકોને ખૂબ ગમ્યા અને સુપર-ડુપર હિટ રહ્યા હતા.
અજય દેવગનની આગામી ફિલ્મ ‘રેડ 2’નું તમન્ના ભાટિયાનું આઇટમ સોંગ ‘નશા’ રિલીઝ થઈ ગયું છે. ગીતમાં તમન્ના ભાટિયાના મૂવ્સથી ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે. આ જ કારણ છે કે આ ગીત ટ્રેન્ડમાં છે અને માત્ર 3 દિવસમાં તેને યુટ્યુબ પર 19 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
આપણ વાંચો: તમન્ના ભાટિયાનો બોયફ્રેન્ડ રાશા સાથે મસ્તીની પળોમાં જોવા મળ્યો, તસવીરો જુઓ…
આજ કી રાત – ‘સ્ત્રી 2’
વર્ષ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. ફિલ્મની સાથે તેનું આઇટમ સોંગ ‘આજ કી રાત’ પણ હિટ થયું. ગીતમાં તમન્ના ભાટિયાના ડાન્સ અને તેની અદાઓથી ચાહકો પ્રભાવિત થયા હતા.
કાવાલા – જેલર
તમન્ના ભાટિયાએ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં પણ એક આઇટમ નંબર આપ્યો હતો. અભિનેત્રીએ કાવાલા ગીતમાં પોતાના સ્ટેપ્સ અને એનર્જીથી ચાહકોને પ્રભાવિત કર્યા અને આ ગીત ઘણા મહિનાઓ સુધી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતું રહ્યું હતું .
આપણ વાંચો: મની લોન્ડ્રિંગ કેસ મુદ્દે તમન્ના ભાટિયાની ઈડીએ કરી પૂછપરછ, જાણો શું છે મામલો
જોકએ – KGF ચેપ્ટર ૧
સાઉથ સ્ટાર યશની ફિલ્મ ‘KGF-1’ના ‘જોકએ’ ગીત પર તમન્ના ભાટિયાનો ધમાકેદાર ડાન્સ જોવા મળ્યો. આ ગીતમાં, અભિનેત્રીએ પોતાના ડાન્સ મૂવ્સથી બધાને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા.
પિયા કે બજાર – હમશક્લ
તમન્ના ભાટિયાનો ગ્લેમરસ ડાન્સ સૈફ અલી ખાન અને રિતેશ દેશમુખની ફિલ્મ ‘હમશક્લ ‘માં પણ જોવા મળ્યો હતો. 2014માં રિલીઝ થયેલી આ ફિલ્મના ‘પિયા કે બજાર’ ગીતમાં અભિનેત્રીએ બિપાશા બાસુ અને એશા ગુપ્તા સાથે ડાન્સ કર્યો હતો.