ગુજરાતમાં દસમા-બારમાની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થઈ શકે, જાણી લો સંભવિત તારીખો?

અમદાવાદઃ ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયાને એક મહિનો થવા આવ્યો છે. ત્યારે અત્યારે ધારણ 10 અને 12 ના બોર્ડના પરિણામની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યાં છે. મહત્વની વાત એ પણ છે કે, આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ માર્ચની જગ્યાએ ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવી હતી.
જેથી વિદ્યાર્થીઓને આશા છે કે, આ વર્ષે પરિણામ પણ વહેલા આવશે. મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી શક્યતાઓ છે.
આપણ વાંચો: સોશિયલ મીડિયાની દેખાદેખીથી વિદ્યાર્થીઓ અનુભવે છે માનસિક દબાણ; બોર્ડની પરીક્ષા પર સર્વે
માર્ચના પહેલા જ અઠવાડિયામાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હતી
મોટા ભાગે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હતી, પરંતુ આ વખતે માર્ચ મહિનાના બીજી જ અઠવાડિયામાં પરીક્ષા પૂર્ણ થયા તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાબતે શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે બોર્ડના સ્ટાફ દ્વારા મહેનત કરીને ધાર્યા કરતાં વહેલાં પરિણામ આપવામાં આવ્યાં હતાં. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, જેથી વહેલાં પરિણામ આવશે.
આપણ વાંચો: ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, ગત વર્ષ કરતાં વિદ્યાર્થીઓ ઘટ્યા
બંને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ પ્રફૂલ પાનસેરિયા
2024ની બોર્ડની પરીક્ષાની વાત કરવામાં આવે તો, ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું 9મી મેના રોજ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જ્યારે 11મી મેના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
પરંતુ આ વર્ષે પણ મેના પ્રથમ અઠવાડિયામાં પરિણામ જાહેર થયા તેવી શક્યતાઓ છે. બોર્ડના પરિણામને લઈને અખિલેશ યાદવ અને કેજરીવાલ પણ વિવાદમાં સપડાયા છે.શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ તેમના પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘બંને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ભગવાન બન્નેને સદબુદ્ધિ આપે!’
આપણ વાંચો: બોર્ડની પરીક્ષાનું નામ સાંભળી 55% વિદ્યાર્થીઓ ધબકારા વધી જાય છે: સર્વે…
અખિલેષ યાદવ અને અરવિંદ કેજરીવાલે કર્યાં હતાં વાક્ પ્રહારો
નોંધનીય છે કે, અખિલેષ યાદવે એક જુનો રિપોર્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો કર્યાં હતાં. આ સાથે દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કર્યો હતો. આ બન્ને નેતાઓને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ આડે હાથ લઈને વાક્ પ્રહાર કર્યાં હતા, એટલું જ નહીં પરંતુ શિક્ષણ પર ખોટી રાજનીતિ ના કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.