IPL 2025

હાર્દિક પંડ્યાનું બેટ અમ્પાયરને કેમ ચેક કરવું પડ્યું, જુઓ વીડિયો?

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 29મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને બાર રનથી મેચ હરાવી દીધી હતી, જે એક નવા ઈતિહાસ સાથે મુંબઈ ઈન્ડિયન્સ મેચ જીત્યું હતું. 206 રનના સ્કોર સામે દિલ્હી કેપિટલ્સ 193 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સની પાંચ મેચમાં આ પહેલી હાર હતી, જ્યારે બીજી અને પાંચમી વખતની ચેમ્પિયન્સ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને છઠ્ઠી મેચમાં બીજી વખત જીત્યું હતું. પણ આ મેચમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાનું બેટ અમ્પાયરે ચેક કરીને લોકો માટે ચર્ચાનું કારણ બન્યો હતો.

આ મેચ વખતે એક રસપ્રદ બનાવ બન્યો હતો, જ્યારે સૂર્ય કુમાર યાદવ આઉટ થયો ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગમાં આવ્યો હતો, ત્યારે અમ્પાયરે હાર્દિકના બેટની તપાસ કરી હતી. અમ્પાયરે એ ચેક કર્યું હતું કે બેટની સાઈઝ ટૂર્નામેન્ટના નિર્ધારિત નિયમો પ્રમાણે છે કે નહીં.

https://twitter.com/CricketChroni/status/1911640707946954824

અમ્પાયરે એના માટે એક ગેઝનો ઉપયોગ કર્યો. અમ્પાયરે ગેઝને હાર્દિક પંડ્યાના બેટ પર પણ ફરાવ્યું હતું, જેથી નિશ્ચિત કરી શકાય કે કોઈ પણ પ્રકારની પરેશાની વિના બેટથી રમી શકાય છે. જોકે, આ અગાઉ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ વખતે પણ શિરમોન હેટમાયર અને ફિલ સોલ્ટના બેટની તપણ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ટ્રોફી જિત્યા બાદ હાર્દિક પંડ્યા કેમ કરે છે આ ખાસ કામ? કારણ જાણીને…

આઈપીએલના નિયમ અનુસાર બેટની પહોળાઈ 4.25 ઇંચ/10.8 સેન્ટિમીટરથી વધુ હોવી ના જોઈએ. ઉપરાંત, ઊંડાઈ પણ 2.64 ઇંચ/6.7 સેમી હોવી જોઈએ, જ્યારે ધાર યા કિનારી (Edges) 1.56 ઇંચ/4.0 સેન્ટિમીટર હોવી જોઈએ. આ ઉપરાંત, બેટ માપવાના યંત્રમાંથી પસાર કરી શકાય એવી ક્ષમતા હોવી જોઈએ. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ વખતની મોટા ભાગની મેચમાં ટીમ 200થી વધુ રનનો સ્કોર કરી રહી છે ત્યારે અમ્પાયર દ્વારા તેની ચકાસણી કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button