પંજાબની કેટરિનાએ કરાવ્યું હોટ ફોટો શૂટ પણ
મુંબઈઃ બિગબોસથી જાણીતી બનેલી શહેનાઝ ગિલ અત્યારે ફિલ્મોમાં પોતાનું નામ બનાવવા માટે કમર કસી રહી છે, જ્યારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને પણ લાઈમલાઈટમાં રહે છે. શહેનાઝ ગિલના જોલી સ્વભાવને કારણે પણ હવે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, જ્યારે તાજેતરમાં બોલ્ડ ફોટોશૂટ કરાવીને લોકોના હોશ ઉડાવી દીધા છે, પરંતુ જાણી લેજો આ હોટ ટીચરનું ફોટોશૂટ 2021નું છે.
પંજાબની કેટરિના તરીકે જાણીતી બનેલી શહનાઝ ગિલ નેશનલ ટેલિવિઝનથી લઈને બોલીવુડ સુધીની લાંબી સફર કાપી ચૂકી છે, જ્યારે તેની ફેન ફોલોઈંગનું લિસ્ટ પણ લાંબુ છે. સલમાન ખાનના બિગ બોસના શોની 13મી સિઝનમાં જોવા મળ્યા પછી શહનાઝ ઘરમાં ઘરમાં જાણીતી બની છે, જ્યારે તે જાણીતી મોડલ તરીકે પણ કામ કરે છે. નામ મળ્યા પછી સોશિયલ મીડિયા પર વિશેષ સક્રિય રહે છે, જેમાં તાજેતરમાં બ્લેક આઉટફીટમાં ફોટોશૂટ કરાવીને ઈન્ટરનેટ પર આગ લગાવી છે.
આ વર્ષની શરુઆતમાં સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી શહનાઝ ગિલના ઈન્સ્ટાગ્રામ પર 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે હંમેશાં બોલ્ડ એન્ડ બ્યુટિફુલ ફોટોગ્રાફ શેર કરે છે. એના સિવાય પર્સનલ ફંક્શનમાં પણ બિંદાસ્ત જોવા મળે છે શહનાઝ, જ્યારે ક્યારેક ગમે તે વ્યક્તિ સાથે વિવાદમાં પણ સપડાઈ જાય છે.
2021ના વાઈરલ થયેલા ફોટોગ્રાફે આગ લગાવી છે, જેમાં શહનાઝ એક વેસ્ટર્ન કંટ્રીની હોટ ટીચર હોય એમ લાગે છે. આ શો ફોટોશૂટ શહેનાઝ ગિલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું હતું. તેની આ તસવીરો બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ ક્લિક કરી હતી. આ સુપર હોટ ફોટોશૂટમાં શહેનાઝ ગિલ બ્લેક, ઑફ-ધ-શોલ્ડર, ડીપ નેકલાઇન રોક સ્ટાર આઉટફિટમાં જોઈ શકાય છે.
તાજેતરમાં શહેનાઝ ગિલે ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગના પ્રમોશન દરમિયાન તેની આવી જ હોટ સ્ટાઈલ બતાવી હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા જ તેના ચાહકો ચોંકી ગયા હતા, જ્યારે કેટલાકે તેની ટીકા કરી હતી. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ વર્ષે બે ફિલ્મો બાદ શહેનાઝ આવતા વર્ષે ડિરેક્ટર સાજિદ ખાનની કમબેક ફિલ્મમાં જોવા મળશે.