IPL 2025

થ્રિલરમાં મુંબઈ જીત્યું, દિલ્હીનો ‘કરુણ’ અંત

ત્રણ બૉલમાં દિલ્હીના છેલ્લા ત્રણ બેટ્સમેન રનઆઉટ, નવો રેકોર્ડ

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL-2025)માં અહીં રવિવારે રાત્રે મુંબઈ (205/5)નો દિલધડક મુકાબલામાં યજમાન દિલ્હી (19 ઓવરમાં 193/10) સામે 12 રનથી રોમાંચક વિજય થતો હતો. દિલ્હી (DC) આ વખતે પહેલી વાર હાર્યું.

દિલ્હીના છેલ્લા ત્રણેય બેટ્સમેન ત્રણ બૉલમાં (હૅટ-ટ્રિક) રનઆઉટ (THREE RUNOUT) થયા હતા.

દિલ્હીએ આ વખતે પહેલી વાર કરુણ નાયર (89 રન, 40 બૉલ, પાંચ સિક્સર, બાર ફોર)ને રમાડ્યો અને તેની બધી મહેનત પાણીમાં ગઈ. કરુણ (KARUN NAIR) અને અભિષેક પોરેલ (33 રન) વચ્ચે બીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી થઈ હતી.

એક તબક્કે (119થી 145 રનના સ્કોર દરમ્યાન) દિલ્હીએ ચાર ઓવરમાં ચાર વિકેટ ગુમાવી હતી.
મુંબઈના ટ્રમ્પ-કાર્ડ સમાન કર્ણ શર્મા (KARN SHARMA)એ ત્રણ, સેન્ટનરે બે, બુમરાહે એક અને દીપક ચાહરે એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, મુંબઈએ બૅટિંગ મળ્યા બાદ સાધારણ શરૂઆત કર્યા પછી ચોથા નંબરે રમવા આવેલા તિલક વર્મા (59 રન, 33 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની લડાયક ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટે 205 રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button