નેશનલ

હૈદરાબાદમાં વક્ફ કાયદાની સામે 19મી એપ્રિલના યોજાશે વિરોધસભાઃ ઓવૈસીની જાહેરાત

નવી દિલ્હી: વકફ કાયદાને લઈને દેશભરમાં હજુ વિરોધ ચાલી રહ્યો છે, પશ્ચિમ બંગાળમા તો આ સ્થિતિ હિંસક બની ગઈ છે. બીજી તરફ લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે વકફ એક્ટ વિરુદ્ધ પોતાનો મોરચો ખોલી દીધી છે. તેમણે હૈદરાબાદમાં વિરોધ સભાના આયોજનની જાહેરાત કરી છે.

દારુસલામ ખાતે વિરોધ સભાનું આયોજન

બિલની ચર્ચા દરમિયાન સંસદમાં બિલને ફાડી નાખનારા ઓવૈસીએ રવિવારે કહ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેતૃત્વ હેઠળ વક્ફ સુધારા કાયદા સામે 19 એપ્રિલે સાંજે 7 થી 10 વાગ્યા સુધી હૈદરાબાદ દારુસલામ ખાતે વિરોધ સભાનું આયોજન કરવામાં આવશે. તેની અધ્યક્ષતા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાની કરશે.

આ પણ વાંચો: વક્ફ કાયદાની વિરોધમાં મુંબઈથી લઈ કોલકાતામાં પ્રદર્શનઃ બંગાળના પ્રધાને આપી આવી કંઈક ધમકી…

કોણ કોણ જોડાશે?

મીડિયા સાથે વાત કરતા ઓવૈસીએ કહ્યું કે તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો અને મુખ્ય મુસ્લિમ સંગઠનો (જમાત-એ-ઉલેમા, જમાત-એ-ઇસ્લામી) આ વિરોધ સભામાં ભાગ લેશે. તેઓ પોતાના ભાષણો દ્વારા જનતાને કહેશે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ આ વકફ કાયદો વકફના પક્ષમાં નથી. અમે વકફ સમિતિના સભ્યો સાથે પણ વાત કરી રહ્યા છીએ અને જો તેમનો સમય પરવાનગી આપે તો તેઓ પણ જાહેર સભામાં ભાગ લઈ શકે છે.

શા માટે લાવવવામાં આવ્યો કાયદો

ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ આ કાયદો બંધારણની કલમ 14નું સીધું ઉલ્લંઘન છે. અમારું માનવું છે કે સરકારે આ કાયદો વકફને બચાવવા, વકફ મિલકતો પરથી ગેરકાયદેસર કબજો દૂર કરવા, વકફની આવક વધારવા માટે નથી લાવવામાં લાવ્યો, પરંતુ ભાજપ અને તેના સમર્થક પક્ષો આ કાયદો લાવ્યા છે કારણ કે આ પક્ષો મુસ્લિમોને શંકાની નજરે જુએ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button