બેટ દ્વારકામાં ડિમોલિશન દરમિયાન મળી આવ્યું પ્રાચીન હનુમાન મંદિર; ફરીથી થયો જીર્ણોદ્ધાર

બેટ દ્વારકા: ગુજરાતમા અનેક સ્થળો પર ગેરકાયદે દબાણ સામે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને તે મુદ્દો ખૂબ જ ચર્ચામા છે. ત્યારે ગઇકાલે બેટ દ્વારકામા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જ એક પ્રાચીન હનુમાજીનુ મંદિર મળી આવ્યું હતું. જેની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ માહિતી આપી હતી.
હર્ષ સંઘવીએ આપી માહિતી
પ્રાપ્ત વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગિરી દરમિયાન એક પ્રાચીન મંદિર મળી આવ્યું હતુ. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં ખંડેર હાલતમાં મંદિર મળી આવ્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ માહિતી આપી હતી. આ મંદિર 125 વર્ષ જૂનુ હોવાનુ લોકો જણાવી રહ્યા છે.
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સ્થાનિક વરિષ્ઠ નાગરિકો સાથે પૂછપરછ કર્યા બાદ એવું સામે આવ્યું કે વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર અતિક્રમણને કારણે મંદિરનુ પતન થયું હોય અથવા અને ત્યજી દેવામાં આવ્યું હતું. સદભાગ્યે ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હનુમાન જયંતીના શુભ અવસર પર, મંદિરને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યું, જેનાથી સ્થાનિક વારસો અને આધ્યાત્મિકતાનો એક ભાગ જીવંત થયો.