ઉત્સવ

ટૅક વ્યૂહ: માઈક્રોસોફ્ટના 50 વર્ષ: અપાર સફળતાઓ સાથે બેજોડ સિદ્ધિઓ

-વિરલ રાઠોડ

ગરાજમાં બિલ ગેટ્સ અને એલન પોલ 50 વર્ષ પહેલાં.

કોમ્પ્યુટર નવું નવું માર્કેટમાં આવ્યું એ સમયે સૌથી વધારે ચર્ચા જે કંપની અને વિષયની હતી એ હતી માઈક્રોસોફ્ટ. કોમ્પ્યુટર જગતમાં અને ખાસ કરીને ઑપરેટિંગ સિસ્ટમની દુનિયામાં જુદી જુદી એપ્લિકેશન તથા પ્રોગ્રામના અખતરા કરવામાં સૌથી વધારે જે કંપનીએ પ્રયાસો કર્યા એ હતી માઈક્રોસોફ્ટ. વિન્ડોઝનાં જુદા જુદા વર્ઝન આવ્યાં બાદ પોર્ટેબિલિટીનો પ્રયોગ સફળ રહ્યો. વિન્ડોઝના મોબાઈલ ભલે આપણે ત્યાં ન ચાલ્યા, પણ અમેરિકા જેવા મોટા દેશમાં એની રીતસરની માર્કેટ તોડી હતી.

આજે આવી આ કંપની વિશે વિગતવાર જાણીએ.

ન માત્ર સફળતા અને સંઘર્ષ પર પણ નિષ્ફળતા અને ખોટ અંગે પણ જાણીએ.

ઓફિસ હોય, ક્લાસરૂમ હોય, કોન્ફરન્સરૂમ હોય કે ખેતર-વાડી. વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ મારફતે અનેક એવી પ્રોગ્રામિંગ ભાષાઓ વિકસી, વિસ્તરી અને વ્યાપક રીતે સ્વીકૃત પણ રહી. પર્સનલ કોમ્પ્યુટર હવે લેપટોપને માનવામાં આવે છે. એમાં પણ વિન્ડોઝ. જુદા જુદા અપગ્રેડેશન સાથે કંપનીએ પોતાના ઘણા ઉત્પાદનને પોર્ટેબલ કરી દીધા. ગૂગલ સર્વિસ સાથે હાથ મિલાવીને પોતાનું કંઈક અલગ કર્યું છતાં પ્રોડક્ટની પ્રાથમિકતા એન્ડ્રોઈડના યુગમાં પણ ઘટી નહીં. આ જ છે સફળતા.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : ટાઇમગેપ-અવતાર ને હવે ગિબલીએ સૌને લગાડયું ઘેલું

સૌથી મોટો અને મહત્ત્વનો પ્રાઈમટાઈમ કંપની માટે રહ્યો કોરોના કાળ. જ્યાં દુનિયાના લોકો ટેન્શનમાં હતા એમાં કંપનીએ પોતાની તક શોધી. આ તકને તમામ પરીક્ષણ બાદ યુદ્ધના ધોરણે ઈન્ટરનેટના વિશાળ ફલક પર મૂકી.
ટેકનોલોજી પર થયેલો સર્વે એવું કહે છે કે, માઈક્રોસોફ્ટની જુદી જુદી સર્વિસ પર દૈનિક ધોરણે 35 કરોડ લોકો કામ કરે છે. 80 કરોડ લોકો એની રિમોટ સર્વિસ વાપરે છે. આમાંથી 80 ટકા લોકો ભારતમાંથી છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓપરેટિંગ સિસ્ટમ્સ અને ડેવલપમેન્ટ ટૂલ્સ જેવાં ક્ષેત્રોમાં શું માઇક્રોસોફ્ટ AI ના યુગમાં તેની સક્રિયતા જાળવી રાખવામાં સક્ષમ હશે અથવા તેનો પ્રચંડ પ્રભાવ ચિંતાનું કારણ બનશે?

વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ જેવા મહત્ત્વના ઓફિસટુલ્સમાં ઓનલાઈન સર્ચ આપવાના ફીચર્સમાં કંપનીએ ઘણોખરો સમય પસાર કર્યો, પણ ડિઝાઈનથી લઈને પ્રોગ્રામ સુધીમાં ખાસ કોઈ સફળતા મળી નહીં. પછી ઓફલાઈન મોડમાં પણ એક્સેસ કરી શકાય એવી સુવિધા આપીને કંપનીએ સંતોષ માની લીધો.

બીજી તરફ, માઈક્રોસોફ્ટની શરૂઆત વર્ષ 1975માં અમેરિકાના મેક્સિકો સિટી અબ્લુકર્કમના એક ઓટોગેરેજમાં થઈ હતી. અહીં બિલ ગેટ્સ અને એલન પોલ એક પ્રોગ્રામનું પરીક્ષણ કરવા માટે ભેગા થયા હતા. એ સમયે બન્નેની ઉંમર 25 કરતાં પણ ઓછી હતી. એ સમયે એવો સંકલ્પ કર્યો હતો કે, એક એવી પ્રોડક્ટ બનાવવી છે,જે દુનિયાના દરેક ઘરમાં હોવી જોઈએ છે.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : દુનિયાનું પ્રથમ ફ્યુચર સિટી: અસાધારણ ને અતુલ્ય…

આજે 50 વર્ષે આ સપનું સફળ છે અને સત્ય પણ છે. વર્ષ 1980માં જ્યારે આઈબીએમ કંપની સાથે એક ડિવાઈસ સેલિંગ માટે માઈક્રોસોફ્ટે હાથ મિલાવ્યા એ સમયે દુનિયાને આ કંપનીના ફળનો લાભ મળ્યો. એ પણ કરોડોમાં. એક સોફ્ટવેર કંપનીના સ્વરૂપમાં શરૂ થયેલી આ યાત્રા ટેકનોલોજીની દુનિયામાં એક મોટું સામ્રાજ્ય બનાવશે એવું તો કોઈએ વિચાર્યું ન હતું.

50 વર્ષમાં જે ફેરફાર થયા એમાં પોર્ટેબિલિટી, મોબિલિટી, ફોન્ટ સપોર્ટ, ઈઝી શેરિંગ, લિંક દ્વારા એક્સેસ, પાસવર્ડ પ્રોટેક્શન અને સરળતાથી એક રૂપમાંથી બીજા રૂપમાં ડેટાનું ફોર્મેટ બદલવું જેવા ફેરફાર મુખ્ય રહ્યા છે. જ્યારે કંપનીના દ્રષ્ટિકોણથી જોઈએ તો માઈક્રોસોફ્ટ વર્ડનું ડોક થયું. જ્યારે એક્સેલનું સ્પ્રેડશીટ બન્યું. માત્ર નામ જ નહીં એના સિમ્બોલ અને આઈકોન પણ બદલ્યા. કંપની એ વાત સ્વીકારે છે કે, હવે ભાવિ AI અને ડેટા સેન્ટરમાં છે. એક રિપોર્ટ એવું કહે છે કે, માઈક્રોસોફ્ટે પોતાનું ડેટાસેન્ટર તૈયાર કરી દીધું છે. પણ એ અંગે હાલ કોઈને વાત જાહેર કરી નથી. AIને સાથે રાખીને કંપની કોઈ મોટી યોજના દુનિયા સમક્ષ મૂકે એવા એંધાણ ચોક્કસ છે.

વર્ષ 2014માં જ્યારે સત્યા નડેલાએ કંપનીનું નેતૃત્વ સંભાળવાનું શરૂ કર્યું એ પછી કંપનીમાં ઘણું બદલાયું અને મોટા નિર્ણયો પણ લેવાયા. ડેટા એનાલિસીસથી લઈને કોન્ટેટ સુધીના દરેક માળખામાં સરળતા સાથે અપગ્રેડેશનનો શ્રેય નડેલાને જાય છે. ટેક નિષ્ણાતો ત્યાં સુધી કહે છે કે, ડેટા સેન્ટરથી અને ઓટોમેશનની કોન્ટેટ દુનિયામાં કંપની શું નવું લાવે છે એના પર સૌની નજર છે.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ: ડમી મચાવે દંગલ કંપનીઓ – પરેશાન યુઝર્સ માટે, તમે રહો સાવધાન!

આજે દુનિયાના 96 દેશમાં માઈક્રોસોફ્ટની ઓરિજિનલ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. એક એવી અપડેટ આપી શકે જે આ તમામ સર્વિસને અસર કરે. જેમ કે, રેઝ્યુમના ફોર્મેટ, પ્રોડક્ટના રિપોર્ટ, રિપોર્ટના ફોર્મેટ. જે અત્યારે છે પણ ખૂબ જ જૂના છે.

કોન્ટેટ અને ડેટા ફોર્મેટની દુનિયામાં હજુ કંપની શોર્ટટર્મ ઈમોજી કે ક્વિક નોટ શેરિંગ સુધી પહોંચી નથી. બની શકે કે, નવી અપડેટમાં વર્ડ કે ડોકનું મિની વર્ઝન આવી શકે. જે રીતે નોટપેડ છે, પણ ફીચર્સ કંઈક તો અલગ હશે. ઑપરેટિંગ સિસ્ટમની દુનિયામાં એપલ ભલે પાવરફૂલ હોય પણ માઈક્રોસોફ્ટનો વિકલ્પ જડે એમ નથી. એનાથી દૂર થઈ શકાય એમ નથી.1બિલિયનથી વધારે સોફ્ટવેર પ્રોગ્રામ અને સોફ્ટવેર સર્વિસને સરળતાથી રન કરતું માઈક્રોસોફ્ટ હવે ટચ ફ્રી થવાની દિશામાં છે. વોઈસ બેઝ બની શકે એમ છે.

આઉટ ઓફ ધ બોક્સ

માઈક્રોસોફ્ટની પ્રથમ ઑપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ માત્ર 3 કોમ્પ્યુટર પર જ રન થઈ હતી, કારણ કે, પ્રોગ્રામિંગ ટુલ્સમાં પોર્ટેબિલિટી ન હતી અને એમાં કરેલો ઓટોમેશનનો પ્રથમ પ્રોગ્રામ તદ્દન નિષ્ફળ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button