મનોરંજન

રાજેશ ખન્નાએ જ્યારે આ અભિનેતાને મારી દીધી હતી લાત, કાયમ માટે પૂરા થઇ ગયા હતા સંબંધો

બોલીવુડના પહેલા સુપરસ્ટાર એટલે રાજેશ ખન્ના. એ અભિનેતા કે જેમનો એક જમાનો હતો, જેમની ઝળહળતી સફળતા સામે ભલભલા ધુરંધર કલાકારો ઝાંખા પડી જતા. એવા રાજેશ ખન્ના એટલે કે લોકોના પ્રિય ‘કાકા’ના અનેક કિસ્સાઓ બોલીવુડની ગલીઓમાં મશહૂર છે. આવો જ એક કિસ્સો ફિલ્મ ‘આંચલ’ નો છે કે જ્યારે દ્રશ્યમાં વાસ્તવિકતા લાવવા માટે ‘કાકા’એ તેમના સાથી અભિનેતાને ખરેખર લાત મારી દીધી હતી. પરિણામે આ અભિનેતાને માઠું લાગ્યું અને બંને વચ્ચેના સંબંધો કાયમ માટે પૂરા થઇ ગયા.

વર્ષ 1980માં આવેલી ફિલ્મ ‘આંચલ’માં રાજેશ ખન્ના સાથે અમોલ પાલેકર, પ્રેમ ચોપરા, રેખા અને રાખી લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં અમોલ પાલેકર રાજેશ ખન્નાના ભાઈના રોલમાં હતા. ફિલ્મમાં એક દ્રશ્ય માટે અમોલે દિગ્દર્શક અનિલ ગાંગુલીને શૂટ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ અનિલ ગાંગુલી આ સીન શૂટ કરવા માંગતા હતા તેથી તેમણે રાજેશ ખન્ના સાથે મળીને આ દ્રશ્યને કોઇપણ ભોગે શૂટ કરવાનો પ્લાન બનાવ્યો.

દ્રશ્ય એવું ભજવવાનું હતું કે અમોલ પાલેકર રાજેશ ખન્નાની સામે બેસીને તેમની માફી માંગે છે, પરંતુ રાજેશ તેમને લાત મારીને નીચે પાડી દે છે. અમોલ પાલેકર આ સીનને બિલકુલ પણ શૂટ કરવા માંગતા ન હતા અને તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. પરંતુ અનિલ ગાંગુલીએ તો રાજેશ ખન્ના સાથે મળીને શૂટ કરવાની યોજના બનાવી લીધી હતી. તેમણે અમોલ પાલેકરને કહ્યું કે તેમણે ઘૂંટણિયે પડીને જ રાજેશ ખન્નાની માફી માંગવી પડશે.

જ્યારે સીનનું શૂટિંગ શરૂ થયું ત્યારે અમોલે પણ એવું કર્યું પણ પછી અનિલ ગાંગુલીએ રાજેશ ખન્નાને ઈશારો કર્યો અને તેમણે અમોલને લાત મારી અને તેઓ પડી ગયા. આ સીન પછી અનિલ ગાંગુલી અને રાજેશ ખન્ના હસવા લાગ્યા હતા. પરંતુ અમોલ પાલેકરને તે બિલકુલ પસંદ ન આવ્યું અને તેમણે આ ફિલ્મ પછી ક્યારેય સાથે કામ કર્યું નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button