આખરે આમિર ખાન દેખાયો ગર્લફ્રેન્ડ સાથેઃ હાથમાં હાથ લઈને ચાલતા કપલનો વીડિયો વાયરલ

મિ. પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા બોલીવૂડના અભિનેતા આમિર ખાન તેની નવી ગર્લફ્રેન્ડને લીધે ચર્ચામાં આવ્યો છે. બન્નેએ પોતાની રિલેશનશિપ વિશે તો જણાવ્યું હતું પણ તેઓ સાથે દેખાયા ન હતા ત્યારે ફેન્સની હવે આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે. આમિર અને ગૌરી સ્પ્રૈટ સાથે દેખાયા છે અને તેમનો વીડિયો વાયરલ થયો છે. આમિર અને ગૌરી મકાઉ ઈન્ટરનેશનલ કૉમેડી ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. અહીં આમિર કાળા કલરના કુર્તા-પાયજામા જોવા મળ્યો હતો અને સાથે તેણે ગોલ્ડન વર્કવાળી શૉલ ઓઢી હતી. ગૌરી ફ્લોરલ સાડીમાં એકદમ એલિગન્ટ લાગતી હતી.
આમિર અને ગૌરીનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં બન્ને હાથ પકડીને ચાલે છે. આમિરે પોતાના જન્મદિવસના દિવસે આ રિલેશનશિપની જાહેરાત કરી હતી અને બન્ને એકબીજાને 25 વર્ષથી ઓળખે છે, પંરતુ એકાદ બે વર્ષથી ડેટ કરી રહ્યા છે, તેમ કહ્યું હતું.
#AamirKhan and girlfriend #GauriSpratt attended a comedy festival in Macau.#Trending pic.twitter.com/Qtl4GvtHe3
— Filmfare (@filmfare) April 13, 2025
આપણ વાંચો: પાંચ વખત નમાઝ પડવા કરતાં તો સારું છે કે… જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન?
આમિર તેની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં આવતો રહે છે. સ્કૂલ ફ્રેન્ડ રીના સાથે લગ્ન કર્યા બાદ તે બે સંતાનનો પિતા બન્યો. તે સમય સુધી આમિરની છાપ એક સારા અભિનેતા સાથે સાદા અને કોઈ લફરામાં ન પડનારા અભિનેતા તરીકેની હતી, પરંતુ આમિર અને રીનાએ 16 વર્ષના લગ્નજીવન બાદ છુટ્ટા પડવાની વાત કરતા સૌને શોક લાગ્યો હતો. આનું કારણ આમિરનો ડિરેક્ટર કિરણ રાવ સાથેનો સંબંધ હતો અને આમિરે તેની સાથે લગ્ન કર્યા. જોકે આ લગ્નજીવન પણ લાંબુ ન ટક્યું અને બન્ને છુટા પડ્યા. તે બન્નેને આઝાદ નામનો એક પુત્ર છે. હવે આમિર ગૌરી સાથે રિલેશનમાં છે. બન્ને આ રિલેશનને આગળ વધારે છે કે શું તે ખબર નથી, પણ હાલમાં તો આમિર કરતા તેની રૂપાળી ગર્લફ્રેન્ડ ચર્ચામાં છે.
AamirKhan in Macao just now!!!#aamirkhan pic.twitter.com/iAa7A2nNL5
— (@ITSS_ALLGOODMAN) April 12, 2025