IPL 2025

‘નસીબવાન’ અભિષેકે તૂફાની સેન્ચુરી પછી બતાવેલો કાગળ કોના માટે હતો? એમાં શું લખ્યું હતું?

હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને ગઈ કાલે તૂફાની સેન્ચુરીથી પંજાબ કિંગ્સ (PBKS) સામે રોમાંચક વિજય અપાવનાર ઓપનર અભિષેક શર્મા (141 રન, પંચાવન બૉલ, 10 સિક્સર, 14 ફોર)એ આઈપીએલના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ બોલર (165 મૅચમાં હાઈએસ્ટ 207 વિકેટ) યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં ધમાકેદાર સેન્ચુરી પૂરી કર્યાં પછી ખિસ્સામાંથી એક કાગળ કાઢીને સૌને ચોંકાવી દીધા હતા.

Who was the paper that 'lucky' Abhishek showed after his century of storms for? What was written on it?
Image Source : BCCI

બે જીવતદાન મેળવનાર અભિષેકે (ABHISHEK SHARMA) ૪૦ બૉલમાં છ છગ્ગા અને અગિયાર ચોક્કાની મદદથી 100 રન પૂરા કર્યાં ત્યારે હૈદરાબાદ શહેરના ઉપ્પલમાં આવેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકોએ ઊભા થઈને અભિષેકની વાહ-વાહ કરી હતી અને તેને અભિનંદન આપ્યા હતા.

આઈપીએલ (IPL)ના ઇતિહાસની આ છઠ્ઠા નંબરની ફાસ્ટેસ્ટ સદી ફટકાર્યા બાદ અભિષેકે તરત જ ખિસ્સામાંથી કાગળ કાઢીને ક્રાઉડ તરફ બતાવ્યું હતું.

કૅમેરા જયારે ઝૂમ કરીને એ કાગળ પર કેન્દ્રિત કરવામાં આવ્યો ત્યારે એમાં લખાયેલું વંચાયું હતું. એમાં લખ્યું હતું, ‘ઑરેન્જ આર્મી, આ સેન્ચુરી તમને સમર્પિત.’

સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓનો ડ્રેસ ઑરેન્જ કલરનો તો છે જ, આ ટીમનો આખો ફેનબેઝ (ચાહકોનો સમૂહ) ઑરેન્જ આર્મી તરીકે ઓળખાય છે.

શ્રેયસે કાગળ લઈને વાંચ્યો

અભિષેકે ખિસ્સામાંથી કાગળ કાઢ્યો એ વાંચવાની ઈચ્છા હરીફ ટીમનો સુકાની શ્રેયસ ઐયર નહોતો રોકી શક્યો અને તેણે એ કાગળ લઈને વાંચ્યો હતો.

ભારતીયોમાં હવે અભિષેક અવ્વલ

અભિષેક શર્મા આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ (141 રન) બનાવનાર ભારતીય ખેલાડી બન્યો છે. તેણે કેએલ રાહુલનો અણનમ 132 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર ક્રિસ ગેઇલ (અણનમ 175 રન)ના નામે છે.

અગાઉ એકેય સિક્સર નહીં, શનિવારે 10 ફટકારી દીધી. લેફ્ટ હૅન્ડ બૅટ્સમૅન અભિષેકે આ વખતે પહેલી પાંચ મૅચમાં એકેય સિક્સર નહોતી ફટકારી. જોકે હૈદરાબાદ માટે 246નો લક્ષ્યાંક મુશ્કેલ મનાતો હતો

પંજાબે શ્રેયસના 82 રન, ઓપનર પ્રભસિમરન સિંહના 42 રન, સ્ટોઈનિસના અણનમ 34 રન, ઓપનર પ્રિયાંશ આર્યના 36 રન અને નેહલ વઢેરાના 27 રનની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 245 રન કર્યા ત્યારે ઘણાએ વિચાર્યું હશે કે ફોર્મ ગુમાવી ચૂકેલા અને ઉપરાઉપરી ચાર મૅચ હારી બેઠેલા હૈદરાબાદના બેટ્સમેન 246 રનનો લક્ષ્યાંક નહીં મેળવી શકે.

હૈદરાબાદના ઓપનર્સની શરૂઆતથી જ ફટકાબાજી

જોકે, અભિષેક અને ઑસ્ટ્રેલિયન હાર્ડ-હિટર ટ્રેવિસ હેડ (66 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)ની ‘ટ્રાવિશેક’ તરીકે જાણીતી જોડીએ શરૂઆતથી જ આતશબાજી શરૂ કરી દીધી હતી. તેમની વચ્ચે 12.2 ઓવરમાં 171 રનની રેકોર્ડ-બ્રેક ભાગીદારી થઈ હતી. બન્નેએ (અર્શદીપ, ચહલ, યેનસેન, મેકસવેલ સહિત) એકેય બોલરને નહોતો છોડ્યો. તેમણે મેદાન પર ચારેકોર બાઉન્ડરીની બહાર બૉલ મોકલ્યો હતો. પંજાબનો બોલર લૉકી ફર્ગ્યુસન ઈજાને લીધે માત્ર બે બૉલ ફેંક્યા બાદ પાછો આવી ગયો હતો. તેની ઓવર સ્ટોઈનિસે પૂરી કરી હતી. હિન્રિક ક્લાસેન 21 રન અને ઈશાન કિશન નવ રન બનાવીને અણનમ રહ્યા હતા.

સેકન્ડ હાઈએસ્ટ સફળ રન-ચેઝ

હૈદરાબાદે 18.2 ઓવરમાં માત્ર બે વિકેટે 247 રનના સ્કોર સાથે યાદગાર વિજય હાંસલ કર્યો હતો. આઈપીએલના ઇતિહાસમાં આ બીજા નંબરનો હાઈએસ્ટ સફળ રન-ચેઝ છે.

Who was the paper that 'lucky' Abhishek showed after his century of storms for? What was written on it?
Image Source : BCCI

કાવ્યા ખુશ, ઝિન્ટા હતાશ

એક તરફ હૈદરાબાદ ટીમની માલિક કાવ્યા મારન ખુશ હતી તો બીજી બાજુ પંજાબની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા હતાશ હતી.

ચહલ સૌથી ખર્ચાળ બોલર

ટેબલમાં મુંબઈનું સ્થાન હૈદરાબાદે લીધું

પૉઇન્ટ્સ ટેબલમાં મુંબઈ આઠમા નંબરે હતું, પરંતુ હૈદરાબાદે તેનું સ્થાન આંચકી લીધું છે. હવે હૈદરાબાદ આઠમે, મુંબઈ નવમે અને ચેન્નઈ દસમા સ્થાને છે. શરૂઆતના સાત સ્થાને આ ટીમો છે: દિલ્હી, ગુજરાત, લખનઊ, કોલકાતા, બેંગ્લૂરુ, પંજાબ અને રાજસ્થાન.

આપણ વાંચો:  સમજદારીથી રમો અને પુષ્કળ રન બનાવો, મારે મોટી ભાગીદારીઓ જોઈએ છેઃ ધોની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button