ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત, સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સામાનને નવા ટેરિફમાંથી મુક્તિ

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડના ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર દુનિયામા હલચલ મચી છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સિવાયના અન્ય દેશોને નવો ટેરિફ લાગુ કરવા 90 દિવસની રાહત આપી છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અન્ય એક મોટી જાહેરાત કરવામા આવી છે. જેમા હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનને નવા ટ્રમ્પ ટેરિફમાંથી મુક્તિ આપી છે. આ પગલાથી અમેરિકન ગ્રાહકો પર ઘણા લોકપ્રિય ઉચ્ચ ટેકનોલોજી ઉત્પાદનોના ખર્ચની અસર ઓછી થશે.
સ્માર્ટફોન અને એસેસરી સહિત અનેક ઇલેક્ટ્રોનિક સામાનનો સમાવેશ
યુએસ સીમા શુલ્ક કાર્યાલય દ્વારા શુક્રવારે મોડી રાત્રે જાહેર કરાયેલી નોટિસમાં, આ મુક્તિમાં ચીનથી યુએસ આવતા સ્માર્ટફોન અને એસેસરી સહિત અનેક ઇલેક્ટ્રોનિક સામાનનો સમાવેશ થાય છે. જેના પર હાલમાં 145 ટકા વધારાની ડ્યુટી લાગે છે. જ્યારે મોટાભાગના યુએસ ટ્રેડિંગ ભાગીદારો પર લાદવામાં આવેલા બેઝલાઇન 10 ટકા ટેરિફ અને ચીન પર લાદવામાં આવેલા 125 ટકા વધારાના ટેરિફમાંથી સેમિકન્ડક્ટર્સને પણ બાકાત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ટ્રમ્પ ફાર્મા પર પણ ટૅરિફ લાદે તો ભારતની હાલત ખરાબ થઈ શકે છે
હાર્ડ ડ્રાઈવ અને કોમ્પ્યુટર પ્રોસેસરનો સમાવેશ
આ મુક્તિ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા 10 ટકાના જંગી ટેરિફ અને ચીનથી આયાત થતા માલ પર વધારાના દંડાત્મક કરનો અવકાશ ઘટાડે છે. મુક્તિ આપવામાં આવેલી ઘણી વસ્તુઓ સામાન્ય રીતે અમેરિકામા બનાવવામાં આવતી નથી. આમાં હાર્ડ ડ્રાઈવ અને કોમ્પ્યુટર પ્રોસેસરનો સમાવેશ થાય છે.