આપણું ગુજરાત

અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની 1200 હોસ્પિટલે કેશલેસ સુવિધા બંધ કરી, વીમા ધારકો થશે પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (એએચએનએ) દ્વારા 3 હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. એસોસિએશનના આ નિર્ણય બાદ શહેરની 1200 જેટલી હોસ્પિટલ કેશલેસ સારવાર કરશે નહીં. જેમાં હવે આ ત્રણેય કંપનીના ગ્રાહકોને રી-ઈમ્બરસમેન્ટ પ્રક્રિયાને અનુસરવી પડશે. જેના લીધે વીમા ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ડિસ્ચાર્જ થયા બાદ રકમ કાપવામાં આવતી હોવાના આરોપ

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ટાટા એઆઈજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા રદ કરવામાં આવી હતી. વીમા ધારક જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય બાદ ઓથોરાઈઝેશન લેટર આપે છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રકમ કાપવામાં આવતી હોવાના આરોપ થયા હતા.

આ પણ વાંચો: હેલ્થ ઈન્સ્યોરન્સ પર ટેક્સ નાબૂદી, ગડકરી ધીમે-ધીમે હીરો બની રહ્યા છે

અમુક હોસ્પિટલોને ડિલિસ્ટ કરી

આ અંગે મળતી માહિતી મુજબ, એસોસિએશન દ્વારા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે તે કંપનીઓ ન્યાયિક પ્રક્રિયા કર્યા વગર અમુક હોસ્પિટલોને ડિલિસ્ટ કરી હોવાથી ઈન્શ્યોરન્સ કંપનીઓ વિમાની રકમ આપવામાં આનાકાની કરતી હતી. જ્યારે ઈન્શ્યોરન્સ ક્લેઈમ પાસ ન કરતા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનએ ત્રણ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button