મહારાષ્ટ્ર

ચંદ્રપુર ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં 17,432 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર

ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં 17,432 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર (એમઓયુ) કરવામાં આવ્યા હતા, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

નાગપુર ડિવિઝન જેનો ચંદ્રપુર એક ભાગ છે, તેને આપવામાં આવેલા 14,000 કરોડ રૂપિયાના લક્ષ્યાંક કરતાં આ આંકડો વધારે છે. એટલું જ નહીં, રાજ્યના કોઈપણ જિલ્લામાં આ આંકડો સૌથી વધારે છે.

આ પણ વાંચો: ફડણવીસના કાકીએ ભાજપના ચંદ્રપુર એકમમાં મતભેદની ટીકા કરી: ‘આપણે કોંગ્રેસ જેવા ન બનવું જોઈએ’

શુક્રવારે સમિટમાં કુલ 12 કરાર સહી કરવામાં આવ્યા હતા, જેમાંથી સાત સ્ટીલ સેક્ટર અંગેના હતા. નાગપુર જિલ્લો રાજ્યના મિનરલ્સમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. આમાંથી 75 ટકા મિનરલ્સની સંપત્તિ ચંદ્રપુર અને ગઢચિરોલીમાં છે, એમ ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું.

ગ્રેટા એનર્જી સાથે (10,319 કરોડ રૂપિયા, 7,000 નોકરી), ગોવા સ્પન્જ એન્ડ પાવર લિ. (2,000 કરોડ રૂપિયા, 1500 રોજગાર) અને કાલિકા સ્ટીલ (1,100 કરોડ રૂપિયા, 1000 રોજગાર) તેમ જ ભાગ્યલક્ષ્મી સ્પન્જ પ્રા. લિ. (1,053 કરોડ રૂપિયા, 750 રોજગાર) સાથે સમજૂતીના કરાર કરવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button