ચેટજીપીટીએ ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકને પછાડી બાજી મારી, ગીબલી આર્ટએ પણ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા એપ ડાઉનલોડ કરવાની લાગેલી હોડમા ઓપન એઆઇ ચેટજીપીટીએ બાજી મારી લીધી છે. ઓપન એઆઇ ચેટજીપીટીએ દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ બની ગઈ છે. આ એપ ખૂબ જ લોકપ્રિય બની છે. તેણે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકને પાછળ છોડી દીધા છે. ગીબલી સ્ટુડિયો આર્ટ ટૂલ ચેટજીપીટી માટે નસીબદાર સાબિત થયું. આ ટૂલે ચેટજીપીટીને એક નવી ઓળખ આપી છે. માર્ચમાં ગીબલી સ્ટુડિયો આર્ટ ટ્રેન્ડમાં આવ્યું અને ચેટજીપીટીએ પણ રેકોર્ડ બનાવ્યો.
માર્ચમાં 46 મિલિયન લોકોએ તેને ડાઉનલોડ કર્યું
એપ ફિગર્સ દ્વારાના અહેવાલ મુજબ ચેટજીપીટી ઇમેજ જનરેશન ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ગીબલી સ્ટુડિયો આર્ટ ટૂલ ઉમેરવામાં આવ્યું. ત્યારથી તેને ડાઉનલોડ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. લાખો લોકોએ ઘિબલી સ્ટુડિયો આર્ટ અજમાવવા માટે એપ ડાઉનલોડ કરી. માર્ચ મહિનામાં ચેટજીપીટી ને 46 મિલિયન લોકોએ ડાઉનલોડ કર્યું છે. આ બાબતમાં ઇન્સ્ટાગ્રામ થોડું પાછળ રહી ગયું છે. ગૂગલ પ્લે સ્ટોર પર ચેટજીપીટીના કુલ ડાઉનલોડ્સ 10 કરોડથી વધુ છે.
આ પણ વાંચો: ગીબલી થીમ્ડ ઈમેજ જનરેટ કરવાનો ક્રેઝ આસમાને; ChatGPT ઠપ્પ થઇ ગયું…
ઇન્સ્ટાગ્રામ- ટિક ટોક ચેટજીપીટી સામે હારી ગયું
માર્ચમાં ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું. પરંતુ ચેટજીપીટી દ્વારા હારનો સામનો કરવો પડ્યો. ચેટજીપીટીના કુલ 46 મિલિયન ડાઉનલોડ છે. જેમાંથી 1.3 કરોડ iOS અને 3.3 કરોડ Android પર મોબાઈલ પર છે.
જો આપણે ઇન્સ્ટાગ્રામના ડાઉનલોડના આંકડા જોઈએ તો, તે 46 મિલિયન ડિવાઇસ પર પણ ડાઉનલોડ થયું હતું, પરંતુ તેનું વિતરણ થોડું અલગ હતું. તે ફક્ત 5 મિલિયન iOS અને 41 મિલિયન Android ઉપકરણો પર ડાઉનલોડ થયું હતું. TikTok ને 45 મિલિયન ડાઉનલોડ્સ થયા હતા. જેમાંથી 8 મિલિયન iOS પર અને 37 મિલિયન Android પર હતા.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ગીબલી ઈમેજનો ટ્રેન્ડ શું છે? કેટલાક ચાહકોમાં આ કારણે રોષ
1 અઠવાડિયામાં 700 મિલિયનથી વધુ ફોટા જનરેટ થયા
ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં ચેટજીપીટી એપે 28 ટકાનો વધારો નોંધાવ્યો છે. વર્ષ 2024 ના પહેલા ત્રિમાસિક ગાળાની તુલનામાં વર્ષ 2025મા આ આંકડો પ્રશંસનીય હતો. આ એપમાં 148 ટકાનો વધારો નોંધાયો છે.ઓપનએઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર બ્રેડ લાઇટકેપે તાજેતરમાં કેટલાક આંકડા શેર કર્યા છે. લાઇટકેપે ચેટજીપીટીની ઇમેજ જનરેશન સુવિધા શરૂ કરી ત્યારથી 130 મિલિયનથી વધુ યુઝર્સ દ્વારા 700 મિલિયનથી વધુ ફોટા જનરેટ કરવામાં આવ્યા છે. ગીબલી આર્ટના કારણે ઇમેજ જનરેશન ફીચર વાયરલ થયું છે.