મનોરંજન

ફુલ ટાઈટ સંજય દત્ત કોની સાથે રોમાન્સ કરતો દેખાયો કે વીડિયો થઈ ગયો વાયરલ

બોલીવૂડના સિનિયર અભિનેતામાં હવે જેનું નામ આવે તે સંજય દત્ત અભિનય કરતા વધારે તેની પર્સનલ લાઈફ માટે ચર્ચામાં રહ્યો છે. અભિનેતા અને રાજકારણી પિતા સુનીલ દત્ત અને અભિનેત્રી માતા નરગિસ દત્તના પુત્ર સંજય દત્તની જિંદગી પુસ્તક અને ફિલ્મરૂપે પદડા પર આવી તેટલી અતરંગી છે. હાલમાં તે કોઈ ફિલ્મમાં તો દેખાયો નથી, પરંતુ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે (Sanjay Dutt viral video) અને નેટીઝન્સ મિક્સ રિએક્શન્સ આપી રહ્યા છે.

આ વીડિયોમાં સંજય દત્ત સૂટબૂટમાં હેન્ડસમ તો દેખાઈ રહ્યો છે, પરંતુ તે ફૂલ નશામાં છે. બરાબર ઊભી પણ શક્તો નથી અને છતાં રોમાન્ટિક સૉગ્સ પર ડાન્સ કરી રહ્યો છે અને રોમાન્સ પણ કરી રહ્યો છે. હવે તમને એ જાણવાની તાલાવેલી હોય કે તે કોની સાથે રોમાન્સ કરી રહ્યો છે તો વધારે વિચાર કરવાની જરૂર નથી કારણ કે તે માન્યતા દત્ત એટલે કે વાઈફ સાથે જ રોમાન્ટિક થઈ રહ્યો છે. માન્યતાએ બ્લેક એન્ડ વ્હાઈટ હાફ મીડી પહેરી છે અને તે મસ્ત દેખાઈ રહી છે. આ કપલ કોઈ બારમાં છે અને ચુરા કે દિલ મેરા… પર પૈર ડાન્સ કરી રહ્યું છે. ડાન્સના સ્ટેપ્સ તો મ્યુઝિક સાથે મેચ નથી થતાં પણ બન્નેનો રોમાન્સ નેટિઝન્સને ગમી રહ્યો છે. અમુક આ કપલને સુપરહીટ કહી રહ્યા છે તો કોઈનું સંજય દત્તના ફૂલ ટાઈટ થવા પર જ ધ્યાન જાય છે.

આ પણ વાંચો: બોલ્ડનેસથી ચર્ચામાં રહેતી આ બોલિવુડ એક્ટ્રેસ સંજય દત્ત સામે જાય છે સલવાર સુટમાં, કારણ જાણીને ચોંકી ઉઠશો

સંજય દત્તના માન્યતા સાથે આ ત્રીજા લગ્ન છે જ્યારે માન્યતાના બીજા લગ્ન છે. ઘણા અફેર બાદ અને બે લગ્નજીવન નિષ્ફળ ગયા બાદ સંજય અને માન્યતાએ 2008માં ગોવામાં લગ્ન કર્યા હતા. સંજયના સંઘર્ષ અને જેલવાસના સમયગાળામાં પણ માન્યતાએ તેનો સાથ આપ્યો હતો. બન્નેને જોડવા બાળકો છે અને કપલ સારી લાઈફ જીવી રહ્યું છે. સંજય હાલમાં કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હોય તેમ જમાઈ રહ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button