આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના આ જિલ્લામાં મહિલાને નિર્વસ્ત્ર કરી વિનયભંગ કરાયો

બીડ: જમીન પર કબજો મેળવવાના આશય સાથે મહિલાને નિર્વસ્ત્ર કરી એનો વિનયભંગ કરવાની આંચકાદાયક ઘટના વાળુંજ (તાલુકો આષ્ટી) ખાતે બની છે. દરમિયાન આ ઘટના પોલીસની હાજરીમાં થઈ હોવાનો આરોપ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાથી આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બીડ જિલ્લાના વાળુંજ (તાલુકો આષ્ટી) ખાતે 15 ઓક્ટોબરે સાંજે એક મહિલાને નિર્વસ્ત્ર કરી તેને ફેરવવાની આંચકાદાયક ઘટના બની હતી. 40 વર્ષની મહિલા તેના પતિ અને પુત્રવધૂ સાથે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે એ સ્થળે આવેલા કેટલાક લોકોએ તેમની જમીન પર કબજો કરવાની કોશિશ કરી હતી.

આ પ્રકરણમાં વિધાન પરિષદના ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસના પત્ની સહિત ત્રણ જણ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જમાત પ્રતિબંધક કાયદા અનુસાર વિનયભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી ખળભળાટ મચી ગયો છે.

આ સંદર્ભે પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે રઘુ કૈલાશ પવાર અને રાહુલ માણિક જગદાળે નામના બે જણે પતિ અને પુત્રવધૂ સમક્ષ જ મને નિર્વસ્ત્ર કરી મારો વિનયભંગ કર્યો હતો. પ્રાજક્તા સુરેશ ધસ એ સ્થળે આડશમાં ઊભા રહી ‘ગભરાતા નહીં, એની બરાબર ખબર લો’ એવું કહી રહ્યાં હતાં.

પતિ અને મારી પુત્રવધૂ મારી દિશામાં આવતા જોઈ એ બંને ભાગી ગયા હતા. ત્યારે રઘુ પવારને પકડવા હું તેની પાછળ દોડી હતી. આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં જ બની હતી અને પોલીસે જોઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…