લાતુરમાં ટોળકીના છ સભ્ય સામે એમસીઓસીએ લગાવાયો

લાતુર: લાતુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ટોળકીના છ સભ્ય સામે પોલીસે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવ્યો હતો.
આરોપીઓ વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવિટીસ (એમપીડીએ) હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને તેમને જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા, જોકે તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ શરૂ જ રહી હતી.
આપણ વાંચો: Ahmedabad ક્રાઇમ બ્રાન્ચે વિદેશી રમકડાની આડમાં થતી ડ્રગ્સની દાણચોરી ઝડપી
આરોપીઓએ અંબાજોગાઇ ખાતે તાજેતરમાં એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓની ઓળખ અજિંક્ય મુળે, બાલાજી જગતાપ, અક્ષય કાંબળે.
નીતિન બાળકે, સાહિલ પઠાણ અને પ્રણવ સાંદિકર તરીકે થઇ હતી. હાલમાં તેમની વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં 13 ગુના દાખલ છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)