માછીમારીનુ ગામ બન્યુ ચીનની સલિકોન વેલી; આનંદ મહિન્દ્રાએ ભારતને આપ્યું આ શહેરનું ઉદાહરણ

નવી દિલ્હી: ભારત હવે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, તે હવે વિશ્વની પાંચમા ક્રમનુ સૌથી મોટું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે સરકારથી લઈને દેશનો દરેક નાગરિક પોતાની ભાગીદારી નોંધાવી રહ્યો છે, આ માટે દેશના સફળ વ્યક્તિત્વ તેના અનુભવ પરથી દેશને આગળ વધવાની દિશા દેખાડી રહ્યા છે. તાજેતરમા જ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ભારતને ચીનના એક શહેરનું ઉદાહરણ આપ્યું છે.
આનંદ મહિન્દ્રાએ કરી X પોસ્ટ
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ હવે ચીનના શહેર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આનંદ મહિન્દ્રાએ ભારતને ચીનના એક શહેરનું ઉદાહરણ આપ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા કહ્યું કે, હવે ભારતમાં પણ શેનઝેન જેવું શહેર બનાવવાનો સમય આવી ગયો છે.

આપણ વાંચો: મહાકુંભમાં આવેલા દંપતીની કાર માત્ર કાર નહિ પણ છે ઘર; આનંદ મહિન્દ્રા પર થયા મોહિત
શેનઝેનની સફળતાની વાત
આ શહેરનું નામ સાંભળતાની સાથે જ તમારા મનમાં એ પ્રશ્ન થયો જ હશે કે આ શેનઝેન શહેર છે શું, તેમાં એવું તે વળી શું ખાસ છે કે ભારતમાં પણ આના જેવું શહેર બનાવવાની ઈચ્છા થાય છે. તો ચાલો પાડોશી દેશ ચીનના શેનઝેનની સફળતાની વાત વિશે વાંચીએ અને જોઈએ કે કેવી રીતે એક માછીમારી કરનારુ એક ગામ ટેકનોલોજી અને નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું.
આપણ વાંચો: Quality Work મુદ્દે હવે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપ્યું નિવેદન કે…
ચીનની સિલિકોન વેલી
શેનઝેન ચીનનું એક ખૂબ જ રસપ્રદ શહેર છે. આ શહેરને ચીનની સિલિકોન વેલી કહેવામાં આવે છે. આ શહેરમાં હાર્ડવેર ડેવલપમેન્ટ માટે વિશ્વની સૌથી ઝડપી અને શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ છે.
આજથી 45 વર્ષ પહેલાં શેનઝેન માછીમારીના ગામ તરીકે જાણીતું હતું. પરંતુ 1980માં ચીનનો પહેલો ‘સ્પેશિયલ ઇકોનોમિક ઝોન’ અહીં બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીં ઉદ્યોગો અને કારખાનાઓ ઝડપથી સ્થપાયા. ધીમે ધીમે 45 વર્ષની આ સફરમાં શેનઝેને વિશ્વમાં પોતાની ઓળખ બનાવી.