ઊફ્ફ્… આવી ગરમીમાં મેરેજ?!

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
`અરે, આ મૂરખને કોઈ સમજાવો કે આ ગરમીમાં થ્રી- પીસ શૂટ ન પહેરાય.’
ચુનિયાની આ વાત મને વ્યાજબી લાગી, પરંતુ જ્યારે મેં જાણ્યું કે એના લગ્ન છે એટલા માટે શુટ પહેરવાનો આગ્રહ રાખે છે. ત્યારે ચુનિયાને મેં કહ્યું :
ખરેખર તો મોટી વસ્તુ માટે ના પાડતો નથી અને આવડી નાની વાત માટે તું ના પાડે છે તે પણ વ્યાજબી નથી નુકસાન સૂટ પહેરવાથી ઓછું થાય જેટલું લગ્ન કરવાથી થાય છે.' ચુનિયાએ ઊંડો નિસાસો નાખીને કહ્યું કે
જેમાં રોકી શકાતા હોય તે જ પ્રયત્ન કરવા. કોઈના બાપનું કોઈ માન્યા છે કે આપણી લગ્ન ન કરવાની વાત કોઈ માને? અને અત્યારે લગ્નગાળો કેવો છે?’
મેં કહ્યું કે : લગ્નગાળો છે, બરાબર, પરંતુ આ ગરમીમાં સગાવહાલાઓને જો વ્યવસ્થિત ન સાચવો તો લગ્નમાં
ગાળો’ વધારે મળે છે. ખરેખર તો ઉનાળામાં સદરો પહેરીને ફરવાનું મન થતું હોય ત્યારે ચુનિયાની ત્રણ પીસ સૂટ માટેની વાત સાચી લાગી.
હમણાં હમણાં બે-ત્રણ કૌટુંબિક લગ્નમાં જવાનું થયું એટલે ઘણો બધો માલ મસાલો મગજમાં નાખીને આવ્યો. આખા લગ્ન દરમિયાન સર્વપ્રથમ જેની શરૂઆત થાય એ જમવાની થાળી ઉપર મેળાવડાની શરૂઆત થાય. શિયાળો હોય તો ખાવાની મજા આવે અને ખાધા પછી પણ આકુળ-વ્યાકુળ ન થવાય, પરંતુ ઉનાળામાં જો બે-પેટ ખવાય ગયું હોય તો ક્યાં જઈશુ એમ થાય. છતાં પણ લોકો નાનકડી થાળી માં દસ વસ્તુ લઈને નીકળે જાણે બીજી વાર મળવાનું જ ન હોય. ઘણા સગા વહાલા તો ખાવા નહીં પણ ખાતર પાડવા આવ્યા હોય તેવી રીતે વર્તે. બે માણસનું ખાય અને ચાર માણસનું બગાડે.
આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃ તમે મસ્ત કાર્ટૂન જેવા લાગો છો…
જાન 5:00 પહોંચાડવાની હોય તો ઘરધણી બધાને ત્રણ વાગ્યામાં તૈયાર થવા માટે ને રૂમે રૂમે ફરીને ધમકાવતા હોય. માંડ ત્યારે પાંચ વાગ્યે તો વરરાજો તૈયાર થઈ અને નીચે ઊતરે પણ હજી જાનૈયાઓના ઠેકાણા ન હોય, કારણ લાલી લિપસ્ટિક બાકી રહી ગયા હોય. અને ભૂલેચૂકે પણ જો વરરાજાની ગાડીને સેલ્ફ મરાઈ ગયો હોય તો જાનૈયાના મોઢા બગડે : મોટા ઉપાડે લગનમાં બોલાવ્યા છે પણ પાંચ મિનિટ રાહ નથી જોઈ શકતા.' જેટલા જાનમાં હોય તેનાથી વધારે તો મોઢા બગાડીને બેઠા હોય, વાતે વાતે વાંકું પાડવું તે તો સગાવહાલાઓનો સ્વભાવ બની ગયો હોય છે. વરઘોડામાં નાચતા-કૂદતા જાતા હોય વરરાજો એમ વિચારતો હોય કે હવે વહેલા પહોંચીએ તો સાં.. પરંતુ નાચવાવાળા ને કેમ જાણે આ છેલ્લો પ્રસંગ હોય એવી રીતે વરરાજાની ગાડીને આગળ ચાલવા જ ન દે.
એક કલાક મોડા પહોંચે અને ત્યાં પણ દરવાજા પાસે એટલું બધું નાચે કે સામેવાળા એકવાર તો એમ વિચારી લે કે ચાલો, એકાદ ઊંઘ કરીને આવીએ ત્યાં સુધીમાં નાચવાનું પતી જશે. આજકાલ ગોર મહારાજો મળવા પણ સહેલા નથી. મહામહેનતે એક ઓછું સાંભળતા મહારાજ મળી ગયા હોય અને એ પણ મેલું ઘાણા જેવું ધોતિયું પહેરી અને માથે કલરફુલ ઝબ્બો ઠઠ્ઠાડી અને વિધિ કરાવવા આવી ગયા હોય, પણ મોઢામાં સતત કેસરના દમવાળી પડીકી ભરાવીને બેઠા હોય.
એમાં કોઈ કહે કે :
જાન આવી ચાલો વિધિ કરાવવા.’ એટલે મોઢામાંથી પિચકારી મારે , પરંતુ અહીં જુબા કેસરી નહીં થૂંકતા ન આવડતું હોય એટલે ઝભ્ભા કેસરી થયાં હોય. માંડ કરી અને વરરાજો અંદર આવે એટલે એક જુદા રૂમમાં કોઈ આતંકવાદી ઝડપાયો હોય એમ વરરાજા ને એક એકાંતિયા રૂમમાં બેસાડી દેવામાં આવે. અને કમિશ્નર જેવા પપ્પા અને લેડી પી એસ આઈ જેવા મમ્મી આવી ને એક મોટું મુખપત્ર વાંચી જાય કે આમ કરવાનું આમ નહીં કરવાનું . એટલે એક મિનિટ તો વરરાજા ને ભાગી જવાનું જ મન થાય ત્યાં તો ઉલાળા મારતી અને લગ્ન કરવા મજબૂર કરે એવી દુલ્હનની સગ્ગી સાળી આવી ને જીજાજી. જીજાજી' કરી ને પાંચ છ વાર મસ્કા મારી જાય. ત્યાં તો જીજાજીને અને સ્વર્ગ ને એક વેંતનું જ છેટું રહે. સાથે સાથે થોડો ઊંડો વસવસો પણ રહે કે આ ક્નયા જોવા ગયો હતો ત્યારે આ બધી ચિબાવલીઓ ક્યાં હતી? આવાં લગ્નોમાં એક બે સગા એવા હોય જેને વરરાજા કરતાં પણ જાજી ઉતાવળ હોય અને રૂમમાં આવી ને બે ત્રણ વાર કહી જાય કે
હાલો હાલો હવે કેટલીવાર છે? મુહુર્ત નીકળતું જાય છે.’
આ પણ વાંચો:મસ્તરામની મસ્તી : ટકા તૂટી જાય એવું હાસ્ય શું કામનું?
દરેક લગ્નમાં વર પક્ષે બે ત્રણ હરખ પદૂડા હોય, જે ક્નયા પક્ષમાં ક્નયાની બહેન ઉપર નજર રાખતા હોય. અહિયા લગ્ન ચાલુ હોય ત્યાં આવા લોકો છેક હનીમૂન સુધી પહોંચી ગયા હોય. પ્રકાશવર્ષની ગતિ કરતાં પણ વધારે ઝડપી વિચારવાળા આવા ઉચ્ચસ્તરીય બુદ્ધિજીવીઓ તમને હરેક લગ્નમાં મળી જ જાય. એને એ ગોતવા ન પડે તેમ વરતાય આવે.
આમ માંડ ગતિ આવી હોય ત્યાં કોઈક આવી ને આવા લોકોના કાનમાં કહી જાય : ચાલો, હવે વરરાજા હમણાં મોજડી કાઢશે એને કઈ રીતે ક્યાં અને ક્યારે સંતાડવાની છે?' અને આ બાજુ ક્નયા પક્ષે વાત ચગે
કે ચાલો હવે વરરાજો મોજડી કાઢશે ક્યાંથી કોને આંખ મારી અને ઘાયલ કરી કઈ રીતે ક્યાં બકરાને વર પક્ષેથી ઉપાડવાનો છે..?’
લગ્ન દરમ્યાન બન્ને પક્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી ગંભીર ચર્ચાઓ ચાલતી હોય. એક ખુફિયા ષડયંત્ર ને અંજામ અપાય બન્ને પક્ષે ગડમથલ હોય કે એક એમ વિચારે કે અમે સંતાડીને રાખશું ક્યાં અને બીજા પક્ષે એ કે અમે ચોરશું કેમ? ને એક ઘડી આવે કે બંને પક્ષના શૂરવીરો ખુલ્લી તલવારો સાથે સામસામે આવી જાય પછી એકબીજા પર શબ્દોના તીર ચાલે. મોજડી ચોરાય અને સાળીઓ કમાય પણ ખરી. વરરાજા એમ માને કેટલી ઢોળાય છે પણ ખીચડીમાં છે ને.
આડે પાટે ચડી ગયો પણ કહી દઉં કે ઉનાળામાં કરેલા લગ્ન યાદ બહુ રહે છે. કેવા કારણથી તે તમે જાણો.
વિચારવાયુ:
સુખી થવું હોય તો જિંદગીમાં બે વસ્તુ ન કરવી
લવ મેરેજ ને એરેન્જ મેરેજ