ખોખરાની બહુમાળી ઇમારતમાં આગના આવ્યા ચોંકાવનારા વીડિયો, જીવ બચાવવા યુવતીએ મારી છલાંગ…

અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કર-1 ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં મણિનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ આગની આ ઘટનામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ પોતાના બાળકોનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહી હતી. એટલું જ નહીં પરંતુ બાળકોનો જીવ બચાવ્યાં બાદ મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે છલાંગ મારી હતી.
દીકરીઓને બચાવવા માટે માતાએ જીવ જોખમમાં મુક્યો
નોંધનીય છે કે, આગ લાગ્યા બાદ ચોથા માળ પરની એક મહિલાએ ગજબની હિંમત દાખવી હતી. પહેલા મહિલાએ 50 ફૂટ ઊંચેથી ફાયર રેસ્ક્યૂ બાલ્કનીમાંથી નાની દીકરીને ઊંચકીને ઉતારી અને પછી મોટી દીકરીને ઉતારી હતી. બન્ને દીકરીઓને ઉતાર્યાં બાદ પોતે પણ લટકી ગઈ હતી, આ મહિલાનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો. મહત્વની વાત એ છેકે, જ્યારે ચોથા માળ પરથી પોતાની દીકરીઓને ત્રીજા માળની રેસ્ક્યૂ બાલ્કનીમાં ઉતારી ત્યારે ત્યા ઉભેલા ત્રણ લોકોને મદદ કરી હતી, આ યુવનો પણ ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ સમગ્ર ઘટના માત્ર 50 સેકન્ડમાં બની ગઈ હતી, પરંતુ 50 સેકન્ડ માટે દરેકની જીવ તાળવે ચોટી ગયાં હતાં. પોતાના જીવના જોખણે બોળકોનો જીવ બચાવનાર મહિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મહિલા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
પરિષ્કર-1 એક રહેવાસીએ જણાવ્યું હતું કે અહીંની સોસાયટીના રહેવાસીએ સાથે મળીને તેમ જ બાજુનાં બ્લોકનાં રહીશો દ્વારા એકસાથે મળીને કામગીરી કરી છે. જોકે, આગ લાગતા સોસાયટીનાં રહીશ દ્વારા તાત્કાલીક ફાયર બ્રિગેડ અને પોલીસને પણ જાણ કરી હતી. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
દરમિયાન આગ લાગવાની જાણ થતા આ વિસ્તારનાં ધારાસભ્ય તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હું અંદર જઈને આવ્યો બહારની સાઈડનો ભાગ આખો સળગેલો છે. જેમાં એકાદ બે ઘરના બારણા સળગેલા છે. તેમજ કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી. નોંધનીય છે કે, ફાયર બ્રિગેડની ટીમે માત્ર 20 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ સાથે ફાયર બ્રિગેડની ટીમે 18 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.