વિદ્યાર્થિનીની જાતીય સતામણી: એન્જિનિયરિંગના સ્ટુડન્ટની ધરપકડ…

થાણે: થાણેમાં શાળામાં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવા પ્રકરણે એન્જિનિયરિંગના 18 વર્ષના સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થિની બુધવારે સવારે ઘરે જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વિદ્યાર્થિનીને રસ્તામાં આરોપી ભેટ્યો હતો અને તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. વિદ્યાથિર્ર્નીએ ઘરે ગયા બાદ બનાવની જાણ માતાને કરી હતી. આથી માતાએ વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં જઇ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 (જાતીય સતામણી), 78 (પીછો કરવો) તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અતુલ જગતાપે જણાવ્યું હતું કે ઇન્ટર્નશિપ કરી રહેલા આરોપીની અમે ધરપકડ કરી હતી. (પીટીઆઇ)
આપણ વાંચો : આર્થિક વિવાદમાં સસરાએ કુહાડીના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી…