સુરતમાં રત્નકલાકારોની સામૂહિક ‘હત્યા’નો પ્રયાસઃ પોલીસે ‘આ’ રીતે હાથ ધરી તપાસ

સુરતઃ સુરતમાં ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્નકલાકારની તબિયત બગડી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પીવાના પાણીના ફિલ્ટરમાં 10 ગ્રામ વજનનું સેલ્ફોસનું પાઉચ ભેળવીને સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ મામલે પોલીસે તપાસ માટે હવે સીસીટીવી કેમેરા મારફત તપાસ કરી ત્યારે 60 લોકો ફિલ્ટર પાસે પાણી લેવા માટે ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને આશંકા છે કે આમાંથી કોઈ વ્યક્તિએ આ કામ કર્યું હોવાની અને એકથી વધારે લોકો દ્વારા આ કામ કર્યું હોઈ શકે છે. જો કે, પોલીસ અત્યારે સેલ્ફોસ પાઉચના બેચ નંબરના આધારે આરોપીને શોધવાનો પ્રયત્ન કરી રહી છે.
આપણ વાંચો: Lal Krishna Advaniની તબિયત બગડી, દિલ્હીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ
આ કામ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હોવાની આશંકા
ઘટનાની વાત કરવામાં આવે તો, પાણીના ફિલ્ટર પાસેથી 10 ગ્રામનું સેલ્ફોસનું પાઉચ મળી આવ્યું હતું. કોઈએ ઇરાદાપૂર્વક આ કામ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ મામલે પોલીસે જણાવ્યું કે, જેણે પણ પાણીમાં સેલ્ફોસનું પાઉચ નાખ્યું હતું તેનો ઇરાદો ઘણો જ ખતારનાક હતો. સામૂહિક હત્યાનો ઈરાદો ધરાવતી આ વ્યક્તિઓને શોધવા માટે બે પોલીસ-ઈન્સ્પેક્ટરની આગેવાનીમાં ચાર ટીમ બનાવવામાં આવી છે. એ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ મદદમાં લેવામાં આવી છે.
આપણ વાંચો: સીએમ યોગી આદિત્યનાથની માતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
કેમેરામાં પાઉચ નાખનારી વ્યક્તિ સીધી રીતે દેખાઈ નથી
નોંધનીય છે કે, પાણીનું ફિલ્ટર બહાર લોબીમાં હોવાથી ત્યાના સીસીટીવી કેમેરમાં પાઉચ નાખનારી વ્યક્તિ સીધી રીતે દેખાઈ નથી. પોલીસ અન્ય સીસીટીવી ચેક કરીને આરોપીને ઝપડપી પાડશે.
તપાસમાં એવું પણ સામે આવ્યું કે, સાડાઆઠ વાગ્યા પહેલાં પાણીમાંથી કોઈ દુર્ગંધ નહોતી આવતી પરંતુ સાડાનવ વાગ્યે નિકુંજે દુર્ગંધની જાણ થઈ હતી. જેથી આ પોણા કલાકમાં જે લોકો પાણી ભરવા માટે ગયા હતા તેમને શંકાઓ થઈ રહી છે. પોલીસે પાંચ જેટલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે.
આપણ વાંચો: મુખ્યમંત્રી Eknath Shindeની તબિયત બગડી; તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા
એક મહિલાના પહેલા કેટલાક યુવક વચ્ચે ઝઘડો થયો હતો
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, એક મહિલાના પહેલા કેટલાક યુવક વચ્ચે માથામાં ટપલી મારવા બાબતે ઝઘડો થયો હતો. જેથી પોલીસી આ લોકોની પણ પૂછપરછ કરવાની છે. સેલ્ફોસના પાઉચની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં હતી.
જેમાં ફિલ્ટરમાંથી જે સેલ્ફોસનું પાઉચ મળ્યું હતું એ બેચના 24 હજાર પાઉચનો જથ્થો 21મી માર્ચે સુરત આવ્યો હતો, જેમાંથી 9000 પાઉચ કાપોદ્રા-વરાછા વિસ્તારની દુકાનોમાં ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યાં હતા. હવે આ જથ્થો કઈ દુકાનમાં ગયો? ત્યાથી કોણે કોણે તેની ખરીદી કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.