મનોરંજન

Rekha કે Jaya Bachchan કોણ છે સૌથી વધુ અમીર? નામ જાણીને ચોંકી ઉઠશો…

બોલીવૂડ એક્ટ્રેસ રેખા અને જયા બચ્ચનના સંબંધોમાં જોવા મળતી એક કોલ્ડ વાઈબથી તો આખી ઈન્ડસ્ટ્રી અને ફેન્સ પરિચિત છે. બંનેએ હસીનાઓ પોતાના સમયમાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે અને એની સાથે સાથે દર્શકોના દિલો પર પણ રાજ કર્યું છે. રેખાએ પોતાની સુંદરતા અને કાતિલ અદાઓથી દર્શકોને દિવાના બનાવ્યા તો બીજી એક્ટ્રેસે પોતાની સાદગીથી દર્શકોને ઘાયલ કર્યા હતા. રેખા અને જયા બચ્ચન વિશેની ઝીણામાં ઝીણી બાબત જાણવા માટે દર્શકો એકદમ ઉત્સુક હોય છે. પરંતુ શું તમને ખબર છે કે રેખા કે જયા બચ્ચન બંનેમાંથી કોણ વધારે અમીર છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…

X

સૌથી પહેલાં વાત કરીએ બોલીવૂડની બ્યુટીફૂલ, એવરગ્રીન, યંગ એટ હાર્ટ એક્ટ્રેસ રેખા વિશે. રેખાની સુંદરતા અને અદાઓના ફેન્સ દિવાના છે. તેમણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં ભલે રેખા ફિલ્મોમાં એક્ટિવ નથી પણ નેટવર્થના મામલે અનેક હસીનાઓને મ્હાત આપે છે.

રેખા રાજ્યસભામાં મેમ્બર અને સાંસદ રહી ચૂક્યા છે અને એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર રેખાની નેટવર્થ 332 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રેખા મુંબઈમાં બસેરા નામના બંગલામાં રહે છે અને એની કિંમત 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એક મૂવી માટે રેખા 13થી 14 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે.

વાત કરીએ જયા બચ્ચનની તો જયા બચ્ચન પણ રેખા કરતાં જરાય ઓછા ઉતરતા નથી. જયા બચ્ચન ખૂબ જ આલિશાન લાઈફ જીવે છે અને અબજો સંપત્તિની માલકીન છે. અભિનેત્રી પાસે 12 લક્ઝરી ગાડીઓ છે. જયા બચ્ચન જુહૂ સ્થિત જલસા બંગલોમાં રહે છે. જલસાની કિંમત પણ 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ સિવાય જયા બચ્ચન પાસે જ્વેલરીનો પણ સારો એવો શોખ છે. આ સિવાય ચૂંટણીનું નોમિનેશન ભરતી વખતે જયા બચ્ચને આપેલી માહિતી અનુસાર તેમની પાસે 68 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જયા બચ્ચન અને રેખાની એક્ટિંગના તો ફેન્સ દિવાના છે જ. પરંતુ હવે બંને હસીનાઓની નેટવર્થ સાંભળીને પણ તમારા હોંશ ઉડી જ ગયા હશે. રેખા અને જયા બચ્ચમાંથી સૌથી વધુ અમીર કોણ છે એનો અંદાજો તો સરળતાથી લગાવી લીધો હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button