નીતા અંબાણીને જોતા જ રસ્તા પર વહુ Radhika Merchant એ કર્યું આ કામ, યુઝર્સે કહ્યું વિશ્વાસ નથી થતો…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. નીતા અંબાણી હોય તે મુકેશ અંબાણી હોય કે પરિવારનો કોઈ બીજો પણ સભ્ય. પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ પરિવારનો દરેક સભ્ય પૂજા-પાઠ માટે સમય કાઢી જ લે છે. પરંતુ હાલમાં પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે સાસુ નીતા અંબાણીને જોતા જ રાધિકા કંઈક એવું કરે છે કે નેટિઝન્સને વિશ્વાસ ના થયો. ચાલો જોઈએ શું છે વાઈરલ વીડિયોમાં…
વાત જાણે એમ છે કે હાલમાં જ અનંત અંબાણી (Anant Ambani) પોતાના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના જામનગરથી દ્વારકાધિશ સુધીની પદયાત્રા કરી હતી. 170 કિલોમીટરની આ યાત્રા અનંતે સફળતાપૂર્વક પૂરી કરી હતી. પરંતુ આ પદયાત્રાના છેલ્લા દિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જ્યારે અનંતને પત્ની રાધિકા મર્ચન્ટ અને મમ્મી નીતા અંબાણીને જોઈન કર્યા હતા. આ દિવસે અનંત-રાધિકા અને નીતા અંબાણીએ સાથે મળીને દ્વારકાધિશની પૂજા-અર્ચના કરી હતી.
પદયાત્રા દરમિયાન રાધિકા મર્ચન્ટ અને અનંત જેવા મંદિર પહોંચવાના હતા કે બંનેને સામે નીતા અંબાણી મળ્યા. અનંતે જેવા નીતા અંબાણીને જોયા કે તેણે પોતાની યાત્રા રોકી દીધી અને તરત જ તેમના પગે પડ્યો હતો. આ સાથે જ ચાલી રહેલી રાધિકા મર્ચન્ટે પણ તરત જ આગળ આવીને નીતા અંબાણીના ચરણસ્પર્શ કર્યા હતા.
સોશિયલ મીડિયા પર રાધિકાનો આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. રાધિકા મર્ચન્ટનો આ અંદાજ જોઈને નેટિઝન્સ તો એકદમ ચોંકી ઉઠ્યા હતા. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વાહ કેટલી સંસ્કારી વહુ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે સંસ્કાર બોલે છે.. ત્રીજા એક યુઝરે લખ્યું કે આટલા અમીર હોવા છચાં પણ આટલી સાદગી, સંસ્કાર તો અંબાણી પરિવાર પાસેથી શિખવા જેવા છે. આ વીડિયો જોયા બાદ નેટિઝન્સ તેના વખાણ કરતા નથી થાકી રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર દુનિયાના ધનવાન પરિવારમાંથી એક છે અને તેમ છતાં આ પરિવારના દરેકે દરેક સભ્યને ભગવાનમાં અતૂટ આસ્થા છે. આ જ કારણ છે કે પરિવારના તમામ સભ્યો દેશભરના અલગ અલગ મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે.