વારાણસી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ વડાપ્રધાને અધિકારીઓ પાસે ગેંગ રેપ કેસની માહિતી માંગી

વારાણસી: આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી (PM Narendra Modi in Varanasi) પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી બાબતપુર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસેથી વારાણસીને મળ્યા હતાં. વડાપ્રધાને અધિકારીઓને વિસ્તારમાં બનેલી ગેંગ રેપ કેસ અંગે પ્રશ્ન પૂછ્યા અને કેસની તાપસ અંગે માહિતી મેળવી. વડા પ્રધાને અધિકારીઓને બધા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી.
નોંધનીય છે કે વારાણસી વડાપ્રધાન મોદીનું સંસદીય ક્ષેત્ર છે, સતત વ્યસ્ત શેડ્યુલ છતાં તેઓ ક્ષેત્રમાં બનતી ઘટનાઓ પર નજર રાખે છે. આજે વારાણસીમાં અધિકારીઓ તેમને આવકારવા માટે એરપોર્ટના રનવે પર હાજર હતા. વિમાનમાંથી ઉતરતાની સાથે જે વડાપ્રધાન અધિકારીઓ સાથે અલગ-અલગ વાત કરતા જોવા મળ્યા હતાં, તેમને ગેંગ રેપ કેસની માહિતી માંગી હતી.
શું છે કેસ?
વારાણસીમાં એક 19 વર્ષની યુવતી પર 23 છોકરાઓએ અલગ અલગ જગ્યાએ 6 દિવસ સુધી વારાફરતી બળાત્કાર ગુજાર્યો. 29 માર્ચે યુવતીના એક મિત્રએ તેના પર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ છોકરાઓ જગ્યા બદલતા રહ્યા અને આગામી 6 દિવસ સુધી 23 છોકરાઓ તેના પર બળાત્કાર ગુજાર્યો. પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. સમગ્ર પદેશમાં આ ઘટનાના ઘેરા પ્રતીઘાતો પડ્યા હતાં.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત…
ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ 12 લોકોના નામ સાથે અને 11 અજાણ્યા શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. નામના આરોપીઓની ઓળખ રાજ વિશ્વકર્મા, સમીર, આયુષ, સોહેલ, દાનિશ, અનમોલ, સાજિદ, ઝહીર, ઈમરાન, ઝૈબ, અમન અને રાજ ખાન તરીકે થઈ છે.
વડાપ્રધાને કડક કાર્યવાહી માટે સુચના આપી:
ઉત્તર પ્રદેશ સરકારના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું, “વારાણસી પહોંચ્યા પછી તરત જ, વડા પ્રધાનને પોલીસ કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારાશહેરમાં તાજેતરની બનેલી ગુનાહિત બળાત્કારની ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાને ગુનેગારો સામે શક્ય તેટલી કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં અમલમાં મૂકવા સૂચના આપી હતી.”