IPL 2025

કોહલીએ આઇપીએલમાં રચ્યો ઇતિહાસઃ 1,000 બાઉન્ડરી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો…

બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના વિરાટ કોહલીએ આજે અહીં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મૅચમાં માત્ર બાવીસ રન કર્યા હતા, પરંતુ એમાં પણ તે એક મોટો વિક્રમ પોતાના નામે કરવામાં સફળ થયો હતો. તેણે બે સિક્સર અને એક ચોક્કા સહિત કુલ ત્રણ બાઉન્ડરીઝ ફટકારી હતી જેમાંની એક બાઉન્ડરી તેના માટે ઐતિહાસિક બની હતી. તેણે આઇપીએલમાં 1,000 બાઉન્ડરી ફટકારી છે અને આ સિદ્ધિ મેળવનારો તે પહેલો જ ખેલાડી બન્યો છે.

કોહલી (VIRAT KOHLI) આઇપીએલ (IPL)માં પહેલેથી આરસીબી વતી જ રમ્યો છે. તે 2008થી માંડીને 2025 સુધીમાં આરસીબી વતી કુલ 248 મૅચ રમ્યો છે જેમાં તેણે 721 ચોક્કા અને 279 છગ્ગા ફટકાર્યા છે. એ રીતે, કોહલીએ આઇપીએલમાં 1,000 બાઉન્ડરીઝ પૂરી કરી છે. તે પહેલા નંબરે અને શિખર ધવન 920 બાઉન્ડરી સાથે બીજા નંબરે છે. જોકે આઇપીએલમાં શિખર સૌથી વધુ ચોક્કા ફટકારવામાં કોહલીથી ઘણો આગળ છે.

આઇપીએલમાં સૌથી વધુ બાઉન્ડરીઝ ફટકારનારાઓમાં કોહલી અને શિખર પછી ત્રીજા નંબરે ડેવિડ વૉર્નર (899), ચોથા નંબરે રોહિત શર્મા (885) અને પાંચમા નંબરે ક્રિસ ગેઇલ (761) છે. આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનારા હજારો ખેલાડીઓમાં વિરાટ કોહલી 8,190 રન સાથે અવ્વલ છે. એમાં આઠ સેન્ચુરી 57 હાફ સેન્ચુરીનો સમાવેશ છે. 113 રન કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. આ લિસ્ટમાં પણ શિખર ધવન (6,769) બીજા નંબરે અને રોહિત શર્મા (6,666) ત્રીજા નંબરે છે.

આપણ વાંચો : Viral Video: પાર્ટીમાં Virat Kohli એ Anushka Sharma સાથે કર્યું કંઈક એવું કે એક્ટ્રેસની હાલત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button